________________
પડદા પડયા! (ખેલ ખલાસ !)
૩૧૭
અને દરિદ્રીપણે પાતાનુ જીવન વીતાવી રહ્યા છે. ભાગ્યયોગે કાઈ મનુષ્ય થાડા ઘણા પૈસા પેદા કરી શકે છે તેા પેાતાના સુખ–સગવડ માટે તેના ખર્ચ નહિ કરતાં, રાજપુરુષાના ભયને લીધે જમીનમાં ઊંડા દાટી દે છે. અતિ ત્રાસને લીધે ખેડુતા તથા મજુરો બિચારા પૂરેપૂરા ઉદનિર્વાહ પણ કરી શકતા નથી. ખેડુતેને જ્યાંસુધી ક્રજ પાડવામાં આવતી નથી ત્યાંસુધી તે જમીન ખેડવાને, નહેર ખાદવાને કે સુધારવાને બહાર નીકળતા નથી. સંખ્યાબંધ ગૃહા છઠ્ઠુ થઇ ગયું છે. કાષ્ટ તેના ઉદ્ધાર કરાવતું નથી, તેા પછી નવું ધરતા ખધાવેજ ક્રાણુ ? ન્યાયાધીશતરીકેનું કર્તવ્ય બજાવનારા કાજી અદલ ઇન્સાફ આપવાને બદલે ઇન્સાફ્ વેચે છે, એમ કહીએ તા અયેાગ્ય નથી. ટુકામાં આ દેશ છેક દરિદ્રતા અને દુર્દશામાં આવી પડયા છે. રાજ્યના સધળા ઉચ્ચ હોદ્દેદારાના વારસા સમ્રાટ પાતેજ પચાવી પાડે છે. કાઇ ધનિક ગૃહસ્થ મૃત્યુ પામે છે કે સમ્રાટ તરતજ તેની સઘળી સંપત્તિ લઈ લે છે. આથી રાજ્યના ઉચ્ચ હાદ્દેદારાના પુત્રોને ભિખ માગવા સિવાય અન્ય કોઇ ઉપાય રહેતા નથી, આવી નિષ્ઠુરતાવાળી રાજનીતિ શાહજહાન ખાદશાહના સમયમાં પશુ હતી. સમગ્ર દેશ ગ ંભીર અંધકારમાં ડૂબી ગયા છે.
,,
ઔરંગઝેબના અન્યાય અને જુલમ સામે સખ્ત વિર્ધા દર્શાવનારા જે એક પત્ર મેવાડના મહારાણા રાજસિ'હું ઔર'ગઝેબ ઉપર મેાલી આપ્યા હતા, તે પત્ર ઉપરથી પણ તે સમયની દેશની વસ્તુસ્થિતિનું ચિત્ર આપણે પ્રત્યક્ષ કરી શકીએ છીએ. મહારાણા રાજસિંહે લખ્યું હતું કે: “ આપના રાજ્યમાં દેશ નિરંતર લૂંટાયા કરે છે. પ્રજાની દુર્દશાની સીમા રહી નથી. જનસમાજને અમલદારા પોતાના પગતળે છુદી નાખે છે. ગામડાં અને શહેરા ઉજ્જડ થઈ ગયાં છે. પ્રત્યેક પ્રદેશ કગાળ અવસ્થામાં આવી પડયા છે. સામ્રાજ્યનું મૂળ પણ દિવસે દિવસે ક્ષીણ થતું ચાલ્યુ` છે. જ્યારે સમ્રાટને પેાતાનેજ પૈસાની તંગી રહ્યા કરે છે, ત્યારે પ્રજાવતે પૈસા વગર કેટલુ` હેરાન થવુ પડતુ હશે, તેને આપે વિચાર કરવા ધટે છે. સૈનિક પુરુષોની પણ હવે રાજ્ય ઉપર શ્રદ્ધા રહી નથી, ક્રિસમાજ અસંતુષ્ટ બની ગયા છે. હિંદુઓને ઉદરાથે અન્ન તથા પહેરવાને પૂરતાં વસ્ત્રો પણ મળવાં મુશ્કેલ થઇ પડયાં છે. પ્રજાવ અત્યારે એવી દુર્દશામાં આવી પડયા છે કે રાત અને દિવસના ચેાવીશ કલાક દરમિયાન તે માત્ર એકજવાર ગમે તેમ કરીને પેટ ભરે છે; અને આખા દિવસ ક્રોષ તથા નિરાશાને લીધે કપાળ કૂટયા કરે છે. આવી કંગાળ અવસ્થામાં પણ જો સમ્રાટ પ્રજા પાસેથી હદ ઉપરાંતના કર લેવા પેાતાની પ્રત્યેક સત્તાના ઉપયોગ કરે, તા શું તેનું સામ્રાજ્ય વિશેષવાર ટકી શકે, એમ તમે ધારા છેા ? ઇશ્વરના બનાવેલા માલેલા ક્રાઇ પુસ્તકમાં જો તમને શ્રદ્ધા હોય તેા એકવાર તે વાંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com