________________
૩ર
સમ્રાટ અકબર
માન આપવાને તૈયાર થાય ? જે રાજપૂતલલનાઓ સતીત્વની રક્ષા કરવા સળગતી ચિતામાં પ્રવેશ કરી શકતી ન હેત, જે તે વીરરમણીઓ છરાને સદુપયેગ કેમ કરી શકાય છે તે વાત ન જાણતી હેત, જો રાજપૂતજાતિ ગમે તે ભોગે વૈર લેવાની વૃત્તિ ધરાવતી ન હતી અને જે રાજપૂતની કેસરિયાં કરવાની રીતિ કઈ નવલકથાકારના ફળદ્રુપ મગજની એકમાત્ર કલ્પના જ હેત, તે અમને ટેડ સાહેબના આક્ષેપ ઉપર વિશ્વાસ મૂકવા સિવાય ચાલત નહિ. ટુંકામાં જે અકબરે ઉપર કહ્યાં તેવાં દુષ્કર્મો કરવાની પ્રવૃત્તિ આદરી હેત, તે અમને ખાત્રી છે કે સતીત્વને માટે તથા વીરત્વને માટે જગતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલી રાજસ્થાનની ભૂમિએ એક મેટી આગ સળગાવી તેમાં અકબરને કયારનેએ બાળી નાખ્યા હતા સમ્રાટ અકબર જે ખરેખર જ દુરાચારી તથા વિષયી હેત તો રાજપૂતે તેનું સ્નેહબંધન સ્વખે પણ સ્વીકારવાને તૈયાર થાત નહિ અને તેની ખાતર આનંદપૂર્વક જે આત્મભોગ આપ્યો છે, તે પણ આપત નહિ.
જગતના બીજા પણ પ્રસિદ્ધ અને પ્રમાણિક પુરુષો અકબરની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી, એ વાત નીચેની થોડી પંક્તિઓથી સ્પષ્ટ થશે. મહમદ આમિન લખે છે કે –“ અકબરે ન્યાય અને દઢતાપૂર્વક મેગલ-સામ્રાજ્યની સુંદર રાજ્યવ્યવસ્થા કરી હતી. ભારતવર્ષની જૂદી જૂદી કોમેમાં તે સંપૂર્ણ શાંત સ્થાપી શકયો હતે.” - ઈસ્ટ-ઈડિયા રેલવેના ટાઈમટેબલમાં પણ અંગ્રેજોએ લખ્યું છે કે“મહાન અકબર પૂર્વ તરફનો એક નેપોલિયન હતા.” વસ્તુતઃ ઉક્ત ઉભય પુરુષોમાં કેટલી બધી સુંદર સમાનતા જોવાય છે.
અમેરિકાને એક અંગ્રેજ જણાવે છે કે –“જે જે પુરુષોએ રાજદંડ ધારણ કર્યા હતા, તેમાં સમ્રાટ અકબર એક સર્વોત્કૃષ્ટ પુરુષ હતા.”
ભારતને પુત્રરત્ન રમેશચંદ્ર દત્ત લખે છે કે –“અકબરના જેવા મહાનાની તથા પવિત્ર હૃદયના સમ્રાટના દર્શને પૃથ્વીએ ભાગ્યેજ કદાપિ કર્યા હશે.”
એફીન્સ્ટન સાહેબ લખે છે કે –“અકબરની સર્વોત્કૃષ્ટ રાજનીતિને જે વિચાર કરીએ તે સર્વોત્તમ રાજાઓમાં તે એક હો, એમ સ્વીકાર્યા વિના નહિ ચાલે. તેના રાજત્વકાળમાં મનુષ્યસમાજને અનેક પ્રકારનાં સુખો મળ્યાં હતાં. ”
લેનપૂલ સાહેબ લખે છે કે –“અકબરે બહુજાતિમય તથા બહુસ્વાર્થમય ભારતવર્ષમાં એવી સુંદરરીતે રાજ્ય ચલાવ્યું હતું કે તે પૂર્વ દેશના સઘળા નરપતિઓ કરતાં પણ ઘણો આગળ નીકળી જાય છે, અર્થાત પૂર્વ જગતના રાજાઓમાં સમ્રાટ અકબર શીર્ષસ્થાનીય હતે. તેથી પણ આગળ વધીને
કહું તે મૂરોપના સર્વપ્રધાન તથા સર્વોત્કૃષ્ટ નરપતિઓની સાથે પણ - અકબરની તલના કરી શકાય.”
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat