________________
૨૯૪
સમ્રાટ અકબર
હિંદુઓ જન્મતાંની સાથેજ ગાયના દૂધવડે પિતાની સુધાતૃષા શાંત કરે છે, અને જેમ જેમ વયોવૃદ્ધિ થતી જાય છે તેમ તેમ દૂધ, ઘી, મલાઈ, માખણ વગેરે પિષ્ટિક દ્રવ્યો વડે પિતાના દેહને પરિપુષ્ટ કરે છે. તે સિવાય પણ ગાયના છાણદ્વારા દુર્ગધનું નિવારણ થઈ શકે છે. ગાયના મળમૂત્રનું ખાતર જે જમીનમાં પૂરવામાં આવે તે ખેતરમાં સર્વોત્તમ પાક તૈયાર થઈ શકે છે, ગાયના છાણની છાણું બળતણુતરીકે વાપરી શકાય છે, ગાયમાતાની સંતતિ કૃષિકાર્યમાં મુખ્ય સહાયતા આપે છે, ગમે તેવા મંદવાડના સમયમાં તથા છેવટે મૃત્યુશા ઉપર પણ ગાયનું દૂધ ઉપકાર કરે છે; ટુંકામાં ગાય જેવું બીજું એકે ઉપયોગી પ્રાણ નથી, એમ કહીએ તો હરકત નથી. હિંદુઓ ગાયનું આટલું બધું સન્માન કરે છે તેનું પણ ઘણું કરીને ઉપર કહ્યું તેજ કારણ હોવું જોઈએ. હિંદુઓ જેને મહાન ઉપકારી પ્રાણી માને તેને મુસલમાને જે કેવળ મેજ ખાતર મારી નાખે તે એ બે કોમ વચ્ચે કદાપિ સુલેહ-સંપ થાય નહિ. એટલા માટે સમ્રાટે ગોવધ અટકાવવાના હુકમ બહાર પાડ્યા. તેમાં તેણે સ્પષ્ટ રીતે જણાવી દીધું કે હવેથી મુસલમાને ગોવધું કરી શકશે નહિ, તેમજ ગોમાંસનું ભક્ષણ કરી શકશે નહિ. તે ઉપરાંત અશ્વ, ઉંટ, પાડા, ભેંસે વગેરે પણ મનુષ્યસમાજને ઉપયોગી છે, એમ ધારી તે તે પ્રાણીઓના માંસને આહાર કરવાને પણ સમ્રાટે નિષેધ કર્યો. આ પ્રમાણે વિવિધ જેની હિંસા થતી અટકાવવા માટે સમ્રાટે રાજ્યના કોટવાળોને ખાસ સૂચનાઓ મોકલી દીધી.
તે સિવાય રવિવારે તથા બીજા તહેવારના દિવસોમાં કોઈ પણ પ્રકારની જીવહિંસા ન થાય તે માટે ખાસ મનાઈના હુકમે સમ્રાટે બહાર પાડ્યા હતા. હજી પણ કેટલાક મુસલમાને રવિવારના દિવસે જીવહિંસા કરતા નથી.
મુસલમાન-સમાજમાં સુન્નતની ક્રિયા ઉપર બહુજ વજન મૂકવામાં આવે છે, અર્થાત ઇસ્લામધર્મમાં સુન્નત-ક્રિયા એ એક સર્વપ્રધાન નિયમ ગણાય છે. આ ક્રિયા બાલ્યાવસ્થામાં જ કરવામાં આવે છે, તેથી બાળકને ભારે વેદના અનુભવવી પડે છે. સમ્રાટે જણાવ્યું કે:-“જે બાળકે બાલ્યાવસ્થાને લીધે, ધાર્મિક અનુષ્ઠાનેને અનુસરવાને માટે અગ્ય છે, તેમની ઉપર આવું ગંભીર અને ત્રાસદાયક અનુષ્ઠાન કરવાની ફરજ પાડવી એ કઈ રીતે ઈચ્છવાયોગ્ય નથી.” ત્યારબાદ સમ્રાટે એ હુકમ બહાર પાડ્યો કે જ્યાં સુધી બાળકની ઉંમર બાર વર્ષની ન થાય ત્યાં સુધી તેમને સુન્નતની ક્રિયા કરવાની કોઈએ ફરજ પાડવી નહિ. નાની વયનાં બાળકે ઉપર બળાત્કારપૂર્વક ઉક્ત અનુષ્ઠાન કરનારને રાજય તરફથી યોગ્ય શિક્ષા કરવામાં આવશે.
મુસલમાનમાં દાઢી રાખવાનો રિવાજ બહુ જરૂર ગણાય છે. હિંદુઓ Shદાઢીથી પ્રાય: વિરુદ્ધ વિચારો ધરાવતા હોય છે. સમ્રાટે દાઢી સબંધે પિતાને અભિઃ
haswami Gyanbhandar-Omara, Surat
www.umaragyanbhandar.com