________________
સમ્રાટ અકબર
વધારે ધનવાન હોય તેણે પ્રત્યેક વર્ષની આખરે રૂ. ૧૨, સામાન્ય સ્થિતિનો હોય તેણે રૂ. ૬, તથા મજુરી કરીને ખાતા હોય તેણે રૂ. ૩, રાજ્યના ખજાનામાં ભરી જવા. ત્યાર પછી એ કાયદે બાંધવામાં આવ્યો કે વિધર્મી પ્રજા અર્થાત હિંદુઓ ખાતાપીતાં જે કાંઈ બચાવી શકે તે સર્વ માલ-મિલ્કત તેમણે જજીઆરારૂપે ખજાનામાં આપી દેવી. ફીરીસ્તાએ લખ્યું છે કે મૃત્યુના જેટલે જ ભારે દંડ આપ, એજ જજીઆવેરાને મુખ્ય ઉદ્દેશ હતા. કાફરે પિતે આ કર આપવાનું ખુશીથી સ્વીકારતા અને એમ કરીને પોતાના ધર્મનું તથા પ્રાણનું રક્ષણ કરતા. આટલે આટલે જુલમ છતાં હિંદુપૂર્ણ સમગ્ર ભારતવષે એકત્રિત થઈને કાસીમના અત્યાચાર સામે પ્રબળ આંદોલન કરવાનું તે એક બાજુએ રહ્યું, પણ કેટલાક હિંદુ રાજાઓએ ઉલટું આ નવા આવેલા અપરિચિત, અજાણ્યા, વિદેશી, વિધમ, આક્રમણકારીનું શરણ લીધું અને તેની સાથે તેઓ પોતે પણ પિતાના સ્વદેશનું સત્યાનાશ કહાડવા લાગ્યા !
કાસીમના આગમન પછી લગભગ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં; તે સમયે પણ ભારતવર્ષમાં કેવળ હિંદુ રાજ્યજ પ્રવર્તતું હતું. છેલ્લાં સે વર્ષમાં કાબૂલની રાજગાદી ઉપર હિંદુ રાજા હતું, એમ પણ ઇતિહાસ જણાવે છે. આટલું છતાં નજીકમાંજ એટલે કે ગિજનીમાં જે સમયે મહમદ પિતાનું લશ્કરી બળ તૈયાર કરી રહ્યો હતો, અથવા બીજા શબ્દોમાં કહીએ તે જે સમયે હિંદના ગૃહકાર પાસે એક પ્રબળ તસ્કર શક્તિને સંચય કરી રહ્યો હતો, તે સમયે પણ ભારતના બુદ્ધિમાન ગણાતા હિંદુ નરપતિઓ પિતાનાં આગળાવગરનાં દુર્બળ દ્વાર બંધ કરીને પરસ્પર કલેશ-કંકાસમાંજ વખત વીતાવતા હતા. હિંદુઓના આ પ્રકારના આત્મકલેશને લીધે જ મહમદ પ્રાયઃ ત્રીશ વર્ષ દરમિયાન સત્તાવાર ભારતવર્ષ ઉપર ચડી આવ્યો અને તેને અગ્નિ તથા તલવારની ધારદાર સ્મશાન જે બનાવી મૂક્યો. ઇ. સ. ૧૦૦૧-૧૦૦૩. મહમદ નગરકેટનું મંદિર તૂટીને પિતાની સાથે સાત મણ જેટલી સુવર્ણ મુદ્રાઓ, સાત મણ જેટલાં સેનાપાનાં વાસણ, ચાળીસ મણ જેટલું વિશુદ્ધ સુવર્ણ, બે હજાર મણ જેટલું રે! તથા વીસ મણ જેટલું બહુમૂલ્ય ઝવેરાત દેશમાં લઈ ગયો હતો. થાણેશ્વર આદિ નગર ઉપર હલે કરી, લૂંટની સાથે બે લાખ હિંદુઓને પણ પિતાના સ્વદેશમાં મહમદે મોકલી દીધા હતા. ઇતિહાસકાર ફીરીસ્તા લખે છે કે “આ હિંદુઓની વિશાળ સંખ્યાને લીધે ગિજની શહેર જાણે હિંદુનગર હેય એવો ભાસ થઈ આવતા હતા.” એક બીજી લૂંટ વેળા મહમદ મથુરા નગરીનાં દેવાલામાંથી સેનાની છ મૂર્તિઓ તથા એ મૂતિએ.ના અંગ ઉપર રહેલાં ૧૧ કિંમતી રને સ્વદેશમાં લઈ ગયા હતા. આટલી લૂટે અને આટલા હલાઓ પછી જે આપણે કાશીવિશ્વેશ્વરના મંદિરને તથા અમૃતસરના સુશોભિત શીખમંદિરને સોનાનાં પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com