________________
૨૮૨
સમ્રાટ અકબર
થઇ શકી નહિ, તેથી તેની હિલચાલનું પૂરેપૂરું મહત્વ પણ દેશવાસીઓ સમજી શક્યા નહિ. ગુરુ ગોવિંદસિંહની તેવા જ પ્રકારની હિલચાલ આ દેશમાં એક કાળે સંપૂર્ણ સફળ થઈ હતી, તેથી આજે ભારતનાં સેંકડો સુસંતાને સહરસ કઠે તેના ઉપકારનું કીર્તન કરી રહ્યાં છે. સમ્રાટ અકબરે પણ એક કાળે એજ પ્રયત્ન કર્યો હતો, એ વાત આ પ્રકરણના વાચકને ધીમે ધીમે સ્પષ્ટ થતી જશે.
હિંદુ-મુસલમાનેને એકત્ર કરવાની શુભ ભાવનાથી, સર્વથી પ્રથમ સમ્રાટ અકબરે એ ઉભય જાતિઓમાં વિવાહપ્રથા પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે વિચાર કર્યો કે જે પ્રથમ સર્વોત્તમ કુળમાંજ એ પ્રથાનો પ્રારંભ કરવામાં આવે તે પછી સાધારણ જનસમાજ તેને અનુસર્યા વગર રહેશે નહિ. એમ ધારી તેણે પહેલવહેલાં ઉચ્ચ રાજવંશીઓની સાથે કન્યાની આપ-લે કરવાની શરૂઆત કરો. સમ્રાટે પિતે અંબરરાજ બિહારીમલની પુત્રી સાથે વિવાહ કરવાનું સર્વથી પ્રથમ કહેણ મોકલ્યું હતું, તે ઉકત ભાવનાને જ આભારી હતું, એમ કહેવાની જરૂર નથી. કેટલાકે અકબર ઉપર એવો આક્ષેપ મૂકે છે કે જે ધબાઈ સાથે લગ્ન કરવામાં સમ્રાટને ઉદેશ પોતાની વિષયવાસનાઓને જ પરિતૃપ્ત કરવાનું હતું, પરંતુ આ આક્ષેપ ટકી શકે તેવું નથી. ખરેખરજ, જે તે રમણીના રૂપમાં મોહિત થયે હેત તે રૂપમાધુરીની લીલાભૂમિ સમાન ગણાતી કાશ્મીરવાસી રમણીએની રૂપમાધુરીમાં ન ફસાતાં રાજપૂતકુળકન્યાના દર્યમાં મુગ્ધ થવાનું તેને શું કારણ હતું ? સમ્રાટને ઉક્ત લગ્નના પરિણામે એક સંતાન પ્રાપ્ત થયું હતું અને તે કુમાર સલીમ તથા સમ્રાટ જહાંગીરતરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
તે સમયે ચિતોડના મહારાણાથી બીજે જ નંબરે જોધપુરના મહારાણો આવતા હતા. તે ઘણે પ્રબળ નરપતિ હતા; છતાં સમ્રાટની સામે ટકી શકવા જેટલું સામર્થ્ય નહિ હોવાથી તેણે અકબરની તાબેદારીમાં રહેવાને સ્વીકાર કર્યો હતું. ત્યારબાદ જોધપુરનું રાજ્ય વિશાળ મેગલ સામ્રાજ્યમાં મળી ગયું. સમ્રાટ તેની કન્યા સાથે પિતાના પુત્ર સલીમને વિવાહ કરવાનું કહેણ મોકલ્યું. જેધપુરનરેશે પોતાના કુળગોરવાનો વિચાર કરી, યવનભૂપતિના કુમાર સાથે પિતાની કન્યાનું લગ્ન નહિ કરવાનો નિર્ણય સમ્રાટને ખુલ્લી રીતે જાહેર કર્યો. સમ્રાટ
અકબર જે ધારત તે પિતાના બાહુબળથી જોધપુરનરેશને ઠેકાણે લાવી શકત; કારણકે તે તેની અધીનતામાંજ હતો, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે; છતાં અકબરે વિચાર કર્યો કે જેર–જુલમથી કે સત્તાથી કદાચ રાજપૂતકન્યા પ્રાપ્ત થઈ શકશે પણ એમ કરવાને જે પવિત્ર ઉદેશ છે તે સિદ્ધ થઈ શકશે નહિ. આમ ધારી પિતાને ગમે તેટલી હાનિ સહન કરવી પડે તો પણ તે સહી લેવી એવો ઠરાવ કરી તેણે હિંદુ-મુસલમાન વચ્ચે સગપણનો સંબંધ સ્થાપવાનો યત્ન કર્યો; અર્થાત
જોધપુરનરેશ-મહારાજા ઉદયસિંહ જે પિતાની કન્યા કુમાર સલીમની સાથે Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com