________________
૨૫૪
સમ્રાટ અકબર
તથા રાજદરબાર, તાજાં ખીલેલાં સુગંધી કુસુમ તથા કુસુમમાળાઓ વડે નિરંતર સુશોભિત તથા આદિત જ રહ્યા કરતા. સેનાની ધૂપદાનીમાં ચંદન તથા અગરૂ આદિના ધૂપ નિરંતર સળગ્યા કરતા હતા. સમ્રાટ પોતે પણ સુગંધી દ્રવ્ય તૈયાર કરી શકતા હતા. આ વિષે અમે આગળ બોલી ગયા છીએ.
અભિપ્રાય–સમ્રાટ એક તરફ પિતાના સુવિશાળ મેગલ સામ્રાજ્યની સુવ્યવસ્થા તથા દઢતા માટે જેમ રાજનીતિમાં સુધારા-વધારા કરવાને સર્વદા ચિંતાતુર રહે, તેવી જ રીતે બીજી તરફ પશુશાળામાં કયા પશુને કયારે કેવો આહાર આપ તેને નિર્ણય પણ ઘણું કરીને તે પોતેજ કરતે; અર્થાત્ એક સામાન્ય કાર્યથી લઈ રાજ્યનાં ગંભીર કાર્યો પણ તે પોતાની જાતે જ સંભાળવાને મથતું હતું. પોતે બહાર પાડેલી રાજ્ય–આજ્ઞાને અમલદારો માન આપે છે કે નહિ, તેની પણ તે પિતે કસોટી કરી છે ત્યારે જ તેને આત્મા શત થતા. એક બંદુક શિલ્પશાળામાં તૈયાર થઈને બહાર પડે તે પહેલાં સમ્રાટ એક કે બે વાર નહિ પણ પાંચવાર તેની પરીક્ષા કરી જેતે. તે સમયના હિંદના સમ્રાટમાં અકબરના જે પરિશ્રમ કે તેના જેવી કાળજી અન્ય કોઈ સમ્રાટે લીધી નથી. બ્લેકમૅન સાહેબ લખે છે કે “અકબર એકીસાથે અનેક કાર્યો ઉપર લક્ષ આપી શકો. તેનાજ પરિણામે તેની રાજનીતિ એટલી બધી ફતેહમંદ નિવડી હતી.” મેલસેન સાહેબ લખે છે કે –“ જો કે અકબર યુદ્ધસંબંધી કાર્યોમાં ઉત્સાહ લેતે, તે પણ તેમાં તેને આનંદ પડતો નહિ; કારણ કે તે પોતે એમ માનતા હતો કે યુદ્ધ એ એક અનિવાર્ય અપકૃત્ય છે. યુદ્ધને બદલે સુંદર રાજનીતિકારા જનસમાજની ઉન્નતિ કરવી, એને તે હજારગણું વિશેષ પસંદ કરતા હતા. એટલા માટે પોતાની રાજનીતિ જેમ બને તેમ સવિશેષ સુંદર અને ઉપકારક બનાવવાને પ્રયત્ન તે અહેનિશ કર્યા કરતા હતા. રાજાની શકિતનું યથાર્થ માપ યુદ્ધદ્વારા નહિ પણ સુંદર રાજનીતિદ્વારાજ નીકળી શકે છે, એમ તે માનતો હતો. તેણે પિતાના બાહુબળથી જે સામ્રાજ્ય જીતી લીધું હતું તે સામ્રાજયને તેણે પ્રજાતંત્ર દ્વારા સુદઢ કર્યું હતું. જોકેની ઈચ્છાને માન આપવું તે પોતાનું કર્તવ્ય છે એમજ તે માનતે હતે.” તેણે જે જે પ્રદેશો જીતી લીધા હતા, તે તે પ્રદેશમાં તેણે સુવ્યવસ્થાની સ્થાપના કરી હતી. સુયોગ્ય રાજનીતિ પ્રવર્તાવી હતી, વિચાર, ઉચ્ચાર અને કાર્યમાં તેમજ ધર્મમાં પણ લેકેને એકસરખી સ્વતંત્રતા અપી હતી. વસ્તુતઃ એવી રીતે દેશનું ભલું કરવા માટેજ કિવા દેશમાં ન્યાય અને નીતિને પ્રચાર કરવા માટેજ સમ્રાટે અનેક પ્રદેશો ઉપર વિજય મેળવ્યો હતો. પ્રત્યેક મનુષ્યને તે પોતાને બંધુજ સમજતો હતો. તેની દૃષ્ટિમાં જ્ઞાતિ-ધર્મ કે ઉચ્ચ
નીચ એવા ભેદે પ્રવેશી જ શકતા નહોતા. તેણે સર્વત્ર એવી રાજ્યાશા ફેલાવી દીધી G+ હતી કે કાયદાની પાસે પ્રત્યેક મનુષ્ય સમાન છે; માટે ન્યાયાધીશોએ પણ હિંદુ
I ! થાકાનંદ
I
s Shree Sudhammaswali Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com