________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ ૨૯૯ નીચે કિલે પિતાના અધિકારમાં લેવાનો પ્રયત્ન કરવા માંડયો.
બહાદૂરે આત્મરક્ષા અર્થે તથા આહારનિમિત્તે નાનકડા કિલ્લામાં પણ અનેક વસ્તુઓ, પશુઓ તથા મનુષ્ય આગળથીજ એકઠાં કરી રાખ્યાં હતાં, પરંતુ કમનસીબે તે જ સમયે કિલ્લામાં મહામારી આદિ રોગને ભયંકર ઉપદ્રવ ચાલુ થ. થોડાજ દિવસમાં લગભગ ૨૫ હજાર પશુઓ કિલ્લામાં મરી ગયાં. પશુઓના મૃત દેહેની યોગ્ય વ્યવસ્થા નહિ થવાથી ખરાબ હવા ફેલાઈ અને તેથી અનેક મનુબેને સંહાર થવા લાગે સારા સારા સૈનિકે પણ શયાને અધીન થયા. મહામારીને વિશેષ પ્રસાર થતું અટકાવવા માટે એકાદ ઔષધાલયની સ્થાપના કરવાનું પણ બહાદુરે 5 ધાયું નહિ, તેમજ મૃત દેહેની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ કશી કાળજી રાખી નહિ. આથી તેના સૈન્યનો બાકી રહેલ ઘણોખરે ભાગ બહુ અસંતુષ્ટ બની ગયે. અસંતુષ્ટ સૈનિકના એક ભાગે સ્વદેશશત્રુનું કામ કરવામાં પણ છેવટે સંકોચ ન કર્યો. મતલબ કે કિલામના છેડા સૈનિકોએ ગુપ્ત રીતે કિલામાંથી બહાર નીકળી, મંગલેની છાવણીમાં જઈ પર્વતના ગુપ્ત માર્ગ સંબંધી સમસ્ત રહસ્ય તેમને કહી દીધું.
વર્ષાઋતુની એક અંધારી રાત્રિએ ઝીણો ઝીણે વરસાદ વર્ષ રહ્યો હતો. પવનના સુસવાટા સિવાય બીજે કેઈ અવાજ કર્ણગોચર થતા નહોતા. ધરણીમાતાએ શ્યામવસ્ત્રને બુરખો પહેર્યો હતે. મોગલસેના પણ આવા સમયે શાંતપણે સુમધુર નિદ્રા લઈ રહી હતી. કિલ્લામાં રહેલા વફાદાર સૈનિકે પણ આવું કુદરતી તોફાન એક નિશ્ચિતપણે સુઈ રહ્યા હતા. સમસ્ત જગત નિદ્રાના મેળામાં વિશ્રામ લેતું હતું. આવા સમયે મહા સાહસિક નરવર અબુલફઝલ કેટલાક વિશ્વાસ અને સાહસી સૈનિકોને સાથે લઈ, શાંતપણે પોતાની છાવણીની બહાર નીકળી પડ્યા. વરસાદ અને પવનના તોફાન વચ્ચે તેમણે પેલા ગુપ્ત માર્ગે થઈને પર્વત ઉપર ચડવાનો આરંભ કર્યો. જ્યારે સર્વથી નીચેના કિલ્લાના દરવાજાઓ એકાએક તૂટવા લાગ્યા ત્યારે કિલ્લામાં રહેલા સૈન્યની આંખે ઉઘડી !તેમની અસાવધાનતાથી દુશ્મને કેટલા બધા આગળ આવી ગયા છે, તેને તેમને અનુભવ થયો. બને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મોગલસેનાએ મહા પરાક્રમપૂર્વક કિલ્લા ઉપર વિજય મેળવ્યો. આથી નીચેના કિલ્લાના સૈનિકોને માટે ત્યાંથી નાસી જવા સિવાય બીજો માર્ગ રહ્યો નહિ. તેઓ ત્યાંથી નાસી ગયા અને ઉપરના કિલ્લામાં ભરાઈ પેઠા. - હવે, બહાદૂરના મનમાં ફાળ પડી ! તે સમયે લેકેને મોટે ભાગે વહેમી હતો. મેગલ સમ્રાટ અકબર વિવિધ મંત્રો જાણે છે અને તંત્રમંત્રના બળથી જિલ્લાઓ સર કરી શકે છે, એટલું જ નહિ પણ પિતાના મંત્રબળથી ભયંકર રોગને પણુ ઉત્પન્ન કરી દેશો ઉજજડ કરી શકે છે, એમ તે સમયે ઘણું મનુષ્ય માનતા હતા. અકબરની ગણતરી એક સિદ્ધ પુરુષતરીકેજ થતી હતી, એમ કહીએ તેShree Sitemap maswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com