________________
અફવાનીસ્તાન
૧૮૯
સ્વારી કરવાને તેને ઘણો શોખ હતો. ગાંડા હાથીની સૂંઢ ઉપર ઉભો રહી ઘણીવાર તે તેની પીઠ ઉપર સ્વાર થતો અને હાથીને અંકુશમાં લાવતે. અતિહાસિકે તે એટલે સુધી જણાવે છે કે ગાંડામાં ગાંડા હાથીઓ પણ સમ્રાટને જોયા પછી શાંત બની જતા હતા.
મસ્ત હાથીઓની યુદ્ધક્રીડા, બે ઉંટ વચ્ચેનો વિગ્રહ, પાડા અને વાઘનું દ્વયુદ્ધ, ઉડતાં કબુતરોની કુશળતા તથા કોળીઆના પંજામાંથી માખીને જીવતી છોડાવાની કળા ઇત્યાદિ અનેક નવી નવી ક્રીડાઓ જેવાને પણ તેને બહુ શેખ હતા. ભારતવર્ષના જુદા જુદા પ્રદેશમાંથી અનેક કળાવાન મનુષ્ય આવી સમ્રાટને વિવિધ ક્રીડાઓ દર્શાવતા હતા. બંગાળીએ પણ તે સમયે બહુ અદ્દભુત પ્રકારની કીડાઓ કરી શકતા હતા. લાઠીઓ ફેરવામાં તથા તે સંબંધી દાવપેચ ખેલવામાં તેઓ ખાસ કુશળ ગણતા હતા. બંગાળીઓની એન્દ્રજાલિક ( જાદુઈ ) ક્રીડાઓ જોઈ કોઈને પણ તે કાળે આશ્રય થયા વિના રહેતું નહિ. અબુલફઝલ લખે છે કે:-“એક મનુષ્ય એક લાંબુ દેરડું ઉંચે ફેંકતો અને પછી તે દોરડાનો નીચલે છેડે પકડીને તે ઉંચે ચડી જતો. ત્યાર બાદ તેના હાથ–પગ આદિ અવયવે ક્રમે ક્રમે આકાશમાંથી પૃથ્વી ઉપર પડતા. આકાશમાં ગયા પછી પિતાને સ્વામી હણ, એમ દર્શાવી તેની સ્ત્રી બહુ આક્રંદ કરતી અને છેવટે સર્વ પ્રેક્ષકે સન્મુખ ઉભી રહી અગ્નિચિતામાં પ્રવેશ કરતી. પેલી સ્ત્રી જેવી ભસ્મીભૂત થતી કે તુરતજ તેને સ્વામી અંતરિક્ષમાંથી આવીને હાજર થતું અને બળી ગએલી સ્ત્રીને સજીવન કરતે. આ દેખાવ જોઈને લેકે આશ્ચર્યમુગ્ધ થયા વિના રહેતા નહિ.” ઇવન બદૂતા, એડવર્ડ મેલ્ટન તથા જહાંગીરે પિતે ઉકત દેખાવે પ્રત્યક્ષપણે નિહાળી પોતાના પુસ્તકેમાં તેનું વિગતવાર વર્ણન આપ્યું છે. બંગાળીઓએ એક કાળે આશ્ચર્યજનક દેખાવે સમ્રાટ જહાંગીર પાસે રજુ કરી તેને વિસ્મયવિમુગ્ધ કર્યો હતા. આજે તે કળા ભારતમાંથી અદશ્ય થઈ ગઈ છે !
સામ્રાજ્યનાં સઘળા મનુષ્યો એકબીજા સાથે છૂટથી હળીમળી શકે એટલા માટે સમ્રાટ કઈ કઈ સમયે મેટે આનંદ ઉત્સવ કરતે. એ ઉત્સવમાં અનેક ઉચ્ચ –નીચ વ્યકિતઓ એકસરખા ઉત્સાહથી ભાગ તે લેતી. સમયે વિવિધ પ્રકારની ક્રીડા
દ્વારા પ્રેક્ષકેનું મન રંજન કરવામાં આવતું હતું. ઉત્સવ અને આમોદના દિવસોમાં પણ સમ્રાટ અનેક પ્રકારનાં ગંભીર રાજકાર્યો કરી શકતા હતા. અર્થાત આમેદના સમયમાં પણ રાજ્યની જવાબદારીનું તે વિસ્મરણ કરતે નહિ.
સમ્રાટની સાથે અનેક નાની મોટી છાવણીઓ પડાવ નાખતી. અકબર જે સ્થળે છાવણી નાખતા તે સ્થળ–અર્થાત વિશાળ મેદાન તંબુઓથી છવાઈ જતું. તેની છાવણીને ફરતે વસ્ત્રને જે એક મેટ ગઢ રચવામાં આવતે તે ઉત્તર- દક્ષિણમાં ૧૫૩૦ ફીટ જેટલે અને પૂર્વ પશ્ચિમમાં ૮૦૦ ફીટ જેટલા વિસ્તારવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com