________________
સમ્રાટ અકમર
ટાપુઓને ઓળંગી છેવટે તેઓ અમેરિકા સુધી પહોંચેલા હોવા જોઈએ.”
વળી એકવાર શ્રદ્ધયુગ તરફ દષ્ટિ કરે ! અંધકારયુક્ત આકાશમાં રાતા– - પીળા-લીલા આદિ વિચિત્ર વર્ષોથી શોભતા તેજ:પુંજસમે હૈહયુગ ભારતના ઇતિહાસમાં કે મને હર, સુંદર અને ઉજજવળ જણાય છે? ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં બુદ્ધદેવે ભારતમાં જન્મ લીધો હતો અને સંસારના શેકતાપવડે રીબાતાં પૃથ્વીનાં સમસ્ત મનુષ્યને ઉદાર ધર્મને ઉપદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ ઘોષણ કરી હતી કે, મનુષ્ય પોતાના વિશુદ્ધ ચારિત્ર્યબળથી, પરોપકાર વૃત્તિથી તથા નિઃસ્વાર્થ વર્તનથી, સુખ-દુઃખાતીત એવી મુકિત આ લેકમાં જ મેળવી શકે છે. આ ધર્મના પ્રતાપે ભારત વાસીઓનાં અંતઃકરણે એક કાળે વિશ્વપ્રેમની ભાવનાઓથી કેવાં ઉદ્દીપ્ત થઈ રહ્યાં હતાં ? તે કાળે ભારતવર્ષમાં આદર્શ નૃપતિઓને અને આદર્શ ધનાઢયોને અભાવ નહોતું. તેમણે તે સમયે અસંખ્ય બૌદ્ધવિહારોની સ્થાપના કરી હતી. આ વિહારમાં હજારો ભારતવાસી ત્યાગીઓ, વિદ્યાર્થીઓ તથા અધ્યાપકે જીવનપર્યત વાસ કરતા અને સ્વાર્થ સંબંધી ચિંતાઓને તિલાં. જલિ આપી કેવળ ધર્મ અને જ્ઞાનની ચર્ચા કિંવા ખીલવણીમાંજ પોતાને સર્વ સમય વ્યતીત કરતા હતા. આવા અભ્યાસી પુના ખાન-પાનની તથા વસ્ત્રાદિની સઘળી વ્યવસ્થા વિહારના વ્યવસ્થાપકે પોતે પિતા ના ખર્ચે કરી આપતા હતા. અધ્યયન અને અધ્યાપન સિવાય વિહારોમાં બીજી કઈ પ્રકારની વાર્તા કે ચર્ચા પણ થતી નહતી. બૈદ્ધશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, દર્શનચર્યા, વેદ, વ્યાકરણ તથા ચિકિત્સાશાસ્ત્ર આદિ અનેક આવશ્યક વિષયોનું ત્યાં શિક્ષણ મળી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવતી. અમે એવી એક સંસ્થાનું–નાલંદાનું કિચિત વર્ણન આગળ ઉપર આપીશું. મતલબ કે સમસ્ત ભારતવર્ષ એક કાળે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત–ઉજવળ તથા દીતિમય બની રહ્યો હશે. ભારતના આ મૂળ મહાસ્રોતમાંથી જ્ઞાન અને ધર્મને જે પ્રબળ પ્રવાહ વહી રહ્યો હતો, તે પ્રવાહ સમગ્ર પૃથ્વી ઉપર ધીમે ધીમે ફરી વળ્યો હતે ! તિબેટ, ચીન અને કારીયાના નૃપતિઓ પોતાના રાજ્ય તરફથી પુનઃ પુનઃ દૂત મોકલી બહુ બહુ વિનતિ, બહુ બહુ પ્રાર્થના તથા બહુ બહુ સન્માનપૂર્વક ભારતવર્ષીય ઔદ્ધ મહાપંડિતને પિતાના રાજ્યમાં આમંત્રિત કરતા. વિદ્વાને ત્યાં જઈ ધર્મના પ્રચારની સાથે જ્ઞાનને પણ વિસ્તાર કરતા. તે ઉપરાંત તિબેટ, ચીન, તાતાર, આનામ તથા શ્યામ આદિ દૂર દેશાવરથી સંખ્યાબંધ મનુષ્ય ભારતવર્ષમાં આવી બની શકે તેટલો લાંબો વખત રહી સંસ્કૃત ભાષાને અભ્યાસ કરતા અને જ્યારે અભ્યાસ પૂરો કરીને પોતાના દેશમાં પાછી વળતા ત્યારે પિતાની સાથે અનેક સંસ્કૃત પુસ્તક પણ સ્વદેશમાં લઈ જતા. આજે પણ જાપાન જેવા દૂર દેશમાં બૌદ્ધ
યુગના સંત પુસ્તકે મળી આવે છે. આજે જેવી રીતે નવીન જ્ઞાન પ્રાપ્ત કરવા Shree SudharmaSwami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com