________________
અફઘાનીસ્તાન
૧૮૧
તાથી શાંત કરવા, એ અકબરને ઉદ્દેશ હતો. તેણે કાબૂલના મુખ્ય અપરાધી અમાત્યને પણ કમળ અને મધુર ભાષામાં આશ્વાસન આપી શાંત કર્યા. ત્યાર બાદ રાજા માનસિંહને કાબૂલના શાસનકર્તાતરીકે નિયુક્ત કરી સમ્રાટ પોતે અટક ખાતે હાજર થયા. અહીં આવીને સમ્રાટે ચાર દિશામાં સૈન્યની ચાર ટુકડી ઓ એકલી દીધી (ઈ. સ. ૧૫૮૬). એક ટુકડી રાજા ભગવાનદાસ આદિ સેનાપતિની દેખરેખ નીચે કાશ્મીર તરફ, બીજી ટુકડી રાજા બીરબલ અને જેનખાની સરદારી નીચે યુસફ જાતિની વિદ્ધ, ત્રીજી ટુકડી રામરાયસિંહ આદિના સેનાપતિત્વ નીચે બેશુટિઓની વિરુદ્ધ તથા ચોથી ટુકડી રાજા માનસિંહની આગેવાની નીચે ખબરઘાટના તેફાની પ્રજાવિરુદ્ધ લડવા રવાના થઇ.
રાજા બીરબલ અને જેનખાંની સરદારીવાળું મેગલ લશ્કર પર્વતવાળા પ્રદેશમાં દાખલ થયું. પર્વતનું એકાંત શાંત સૈદ, ગાંભીર્ય તથા મનહારિત્વ જોઈ કવિ બીરબલને બહુજ આનંદ થયે. આ પર્વતપ્રદેશની શોભા કાશ્મીરની શોભા સાથે સરખાવીએ તે તે અયોગ્ય નથી. અહીંનાં હવા-પાણ બહુજ ઉત્કૃષ્ટ લેખાય છે, પરંતુ પર્વતની શોભા સાથે પર્વતની વિટતા અને ભયંકરતા પણ એવી અદ્ભુત છે કે ભારતવર્ષમાં ઉકત સ્થાનની સરખામણી કરી શકાય એવું એક પણ સ્થાન નથી, એમ પણ અમારે કહી દેવું જોઈએ. રાજા બીરબલ સૈન્યની સાથે આ વિકટ પહાડમાં આગળ ચાલવા લાગ્યો. માર્ગમાં અનેક કુદરતી આપત્તિઓ આવવા લાગી. કોઈ કોઈ વાર જંગલમાંથી આગળ વધવાને માર્ગેજ મળે નહિ, માર્ગ મળે તો છાવણી નાખવા માટે અનુકૂળતાવાળું સ્થળ જ મળે નહિ. પર્વતના રસ્તા બહુજ વાંકાચૂંકા અને ચઢાવવાળા હોય છે, તેની સાથે તે એવા તે સાંકડા અને અસ્પષ્ટ હોય છે કે જે લેશપણું અસાવધતા રાખવામાં આવે તે ભયંકર આઘાત થયા વિના રહે નહિ. આવાં વિકટ અર
મ્યોમાં અને પહાડોમાં થઈ બીરબલ આગળ વધવા લાગ્યા. કોઈ કોઈ વાર તેને એવાં સ્થાનોમાં આશ્રય લે પડતો કે જ્યાં એક મનુષ્ય અન્ય મનુષ્યનું મુખ પણ ભાળી શકે નહિ. એ ઘન અંધકાર સદા વિસ્તરેલું રહેતું. કોઈ કોઈ વાર એવાં જંગલમાં થઈને પસાર થવું પડતું કે જંગલની શરૂઆત ક્યાંથી થાય છે અને કયાં આગળ તે સમાપ્ત થાય છે, તેની કલ્પના પણ થઈ શકે નહિ. કોઈ કોઈ વાર એવી ઉંડી અને અંધારી ગુફાઓ માર્ગમાં આવતી કે હવે આગળ કેવી રીતે વધવું, તે ગંભીર પ્રશ્ન થઈ પડતો. નાના નાના વહેળાઓ ખળખળ ધ્વનિ કરતા કયાંથી આરંભ થાય છે, કયાં મળી જાય છે અને પુનઃ કથિી ઉદભવે છે, તેની કશી સમજણજ પડતી નહિ. જાણે કે આ વહેળાઓ નાના બાળકે માફક સંતાકૂકડીની રમત રમી રહ્યા હેયને ! આવી રીતે બીરબલ કોઈવાર ઉચ્ચ પહાડના શિખર ઉપરથી અન્ય શિખરે, તે કઈવાર વિસ્તૃત
Shree Suanarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com