________________
અફઘાનીસ્તાન
૧૭૭
દૂતોને રવાના કર્યા અને પોતે પણ એક પ્રબળ સૈન્ય લઇને પંજાબ ઉપર બીજીવાર ચડી આવ્યું. તે સમયે રાજા માનસિંહ પંજાબના શાસનકર્તા તરીકેનું સઘળું કામકાજ કરતે હતો. સમ્રાટ અકબરના ભ્રાતૃસ્નેહથી તે સારી રીતે પરિચિત હોવાથી પિત મહાશકિતશાળી હોવા છતાં સમ્રાટ અકબરની આજ્ઞાવિના સમ્રાટના ભ્રાતા સાથે યુદ્ધ કરવાની તેણે હિંમત કરી નહિ. સમ્રાટની આજ્ઞા ન આવે ત્યાં સુધી રાજા માનસિંહે પાછળ હઠવા માંડ્યું અને છેવટે લાહોરના કિલામાં આશ્રય લીધે. રાજા માનસિંહને પાછળ હઠ જોઈ હાકીમ અહંકારપૂર્વક આગળ વધવા લાગ્યો અને લાહોરના કિલ્લા ઉપર ઘેરે ઘાલી આગળ માર્ગ કાપવાને પ્રયત્ન કરવા લાગ્યા.
આવા કટાકટીના સમયમાં પોતાને જ ભાઈ પિતાનું અનિષ્ટ સાધવા બહાર પડયો છે, એવા સમાચાર સાંભળી સમ્રાટ અકબરને બહુ ખેદ થયો. તેણે કહ્યું કેટ-પિતાને પુત્ર જે દુષ્ટ વ્યવહાર કરે તો તેને યોગ્ય શિક્ષા કરી સન્માર્ગે વાળી શકાય, પણ ભ્રાતાની સાથે જે એકવાર કલેશ કે કુસંપ થાય છે તે કોઈ કાળે દૂર થાય નહિ; કારણ કે પુત્રને અપરાધ તે સર્વ કેઈ ઉદારતાપૂર્વક સહન કરી લે, પણ ભ્રાતાને અપરાધ સહૃદયતાપૂર્વક સહન કરે એવા ઉદાર પુરુષો તે વિરલ જ હોય છે. પુત્રપ્રત્યેને અધિક સ્નેહ પુત્રના અનેક દેશોને ક્ષમા આપી શકે છે. પરંતુ ભ્રાતાને રાઈ જેટલે દોષ પણ અન્ય બ્રાતાની નજરમાં એક પર્વત જેટલું પ્રતીત થાય છે. સમ્રાટે વિચાર કર્યો કે જે હું પોતે પંજાબમાં હાજર થઈશ, તે લેહી વહેવડાવ્યા વગરજ મારા ભાઈ સાથે હું સુલેહ-સંપ કરી શકીશ. તેથી તેણે જાતે પંજાબમાં જવાની તૈયારી કરવા માંડી અને રામરાયસિંહ આદિ સેનાપતિઓને પોતાની આગળ રવાના કરી દીધા. તે સેનાપતિએને સમ્રાટે જણાવ્યું કે –“ તમે આગળ જાઓ, પણ હું જ્યાં સુધી પંજાબમાં ન આવું ત્યાં સુધી મારા ભાઈની સાથે યુદ્ધ કરવા બહાર પડશો નહિ. ” ત્યાર બાદ સમ્રાટ આગ્રામાંથી પ્રયાણ કરી દિલ્હી, કુરુક્ષેત્ર, સરહિંદ તથા નવતાસગઢ વગેરે શહેરમાં થઈને સિંધુ નદીના કિનારે પહોંચ્યો. “સમ્રાટ અકબર સ્વયં યુદ્ધ કરવા આવે છે,” એમ સાંભળી હાકીમ કાબૂલ તરફ રવાના થયા. અકબર એક વહાણની સહાયતાથી સિંધુ નદીની પાર ઉતર્યો અને પશ્ચિમ દિશામાંથી કોઈ પણ શત્રુ હલ્લો ન લાવે તે માટે સિંધુ નદીના પૂર્વતીર ઉપર અટકને કિલે. તૈયાર કરવાનો હુકમ ફરમાવ્યો. આ કિલ્લો ઇ. સ૧૫૮૩ માં પૂરો થયો હોય એમ જણાય છે. સિંધુ નદીની મધ્યમાં ઉભા રહીને, પર્વતના શિખર ઉપર આવેલો આ મહાન કિલ્લે જયારે જોઈએ છીએ ત્યારે તેનું મહત્વ આપણને દિમૂઢ કર્યા વિના રહેતું નથી. પર્વતના શિખરે જાણે કે કેઈએ અપૂર્વ રાજ
મહેલની સ્થાપના કરી હેય એજ ક્ષણવાર આભાસ થાય છે. કિલ્લાને સર્વથી Shree sulle artisti Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com