________________
સમ્રાટ અકબર
તે સ્તંભ ૨૩ ફીટ અને નવ ઇંચ છે, નીચલા ભાગને વ્યાસ ૧૬ ઈય તથા ઉપલા ભાગને વ્યાસ ૧૨ ઇંચ છે. આ સ્તંભના દર્શન માત્રથી ફર્ગ્યુસન સાહેબને અત્યંત આશ્ચર્ય થયું હતું. તેમણે એક સ્થળે લખ્યું છે કે:-“આ ઉપરથી સિદ્ધ થાય છે કે વર્તમાન યુરોપ આજપર્યત જે પ્રકારના હસ્તંભનું નિર્માણ કરી શકતું નહતું અને આજે પણ આવો સ્તંભ તૈયાર કરી શકે કે નહિ તે કહી શકાતું નથી, એવા લેહસ્તંભો હિંદુઓએ બહુ લાંબા કાળ પહેલાં અર્થાત ચોથા કિવા પાંચમા સૈકામાં બનાવ્યા હતા. આ પ્રકારને લેહસ્તંભ તૈયાર કરવા માટે આપણને હિંદુઓની બુદ્ધિ માટે જેટલું આશ્ચર્ય થાય તેટલુંજ આશ્ચર્ય તેની લેખન તથા સ્થાપનાળા માટે પણ થયા વિના રહેતું નથી. આટલાં આટલાં સૈકીઓ થયા આ સ્તંભ વાયુ અને વૃષ્ટિના આઘાત સહતે આવે છે છતાં તે લેશ પણ શિથિલ થયો નથી અને તેના પર એક પણ ડાઘ કે ખાડે પડેલે દેખાતું નથી. અક્ષરો પણ જાણે હજી હમણુજ કોઇએ લખ્યા હોય એવા જણાય છે. આવા સ્તંભો ભારતવર્ષમાં વિરલ નથી, અર્થાત અનેક છે. ઉકત હસ્તંભના નિર્માણ પછી ઘણું લાંબા કાળે કોનારકમાં એક મંદિર તૈયાર થયું હતું, તેની અગાસી ઉપર પણ એવાજ અનેક હસ્તંભે આપણે જોઈ શકીએ છીએ.”
મૃતદેહ સડી ન જાય અને કાયમને માટે રહી શકે એના ઉપાય પણ ભારતવાસીઓ એક દિવસે જાણતા હતા. તેઓ એક એવો લેપ તૈયાર કરતા કે જેની સહાયથી શબ ગંધાયા વગર કે સડયા વગર ઘણું લાંબા સમય સુધી રહી શકતું.
ભારતની માટીમાંથી રત્ન, સુવર્ણ, રૂપું તથા ત્રાંબું વગેરે કિંમતી પદાર્થો મળી આવતા. જગતમાં સુપ્રસિદ્ધ ગણુત કહીનર ભારતવર્ષમાજ ઉત્પન્ન થયે હતે. આર્યાવર્તનાં વૃક્ષો પણ હસ્તંભ જેવાં દઢ હોય છે. અહીંના પહાડે, સમુદ્ર તથા વૃક્ષે એકકાળે–અત્યારે પણ લેત આરસ પથ્થર, મુક્તાફળ તથા ચંદન-કેસરની સુગંધ આપી રહ્યાં છે ! આ સુવર્ણમયી ભારતમાતાના ઉદરમાં કયી વસ્તુને અભાવ હતો તેજ સમજાતું નથી!
સાંપ્રતમાં જે હિંદુઓ દુ:ખ કે આપત્તિના સમયે પોતાની પત્નીને ક્ષણવારને વિરહ સહન કરી શકતા નથી, પુત્ર-પરિવારને ત્યજી અમુક સમયપર્યત દેશભ્રમણ કરવાનું પણ જેમને બહુ ભારે પડી જાય છે અને બહાર દેશાવરમાં જઈ પોતાના આત્મબળ ઉપર કેવી રીતે દઢ રહેવું તેનું જેમને લેશમાત્ર જ્ઞાન નથી, તેજ હિંદુઓ પોતાના ગૌરવના દિવસમાં ઉત્સાહ અને ઉમંગપૂર્વક દિગદિગંતરમાં દેડતા અને ત્યાં પિતાની સત્તા તથા નૈરવને વિસ્તાર કરતા હતા, એમ ઈતિહાસ જણાવે છે. ભારતવાસીઓ પોતાના દેશમાં ઉત્પન્ન થયેલી અનેક
પ્રકારની દ્રવ્યસામગ્રીઓ પોતાની સાથે લઈ કાશ્મીઅન સમુદ્ર તથા ભૂમધ્ય સમુદ્રShreીના કિનારાના પ્રદેશ ઉપર ઉતરતા અને ત્યાં વ્યાપાર કરતા પ્રાચીન સમયમાં
Shree Sudharmaswami Gyanbhandar-mara, Sura