________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૬૭
કેટલાએકેએ “રૂખા”નું નામ પણ આપ્યું છે. દરબારગૃહની પૂર્વ દિશામાં યમુનાતીરે, વેત મરમરથી મઢેલું એક સુવર્ણાલંકૃત સુંદર મકાન આવેલું છે. તે મકાન “દિવાનેખાસ ” કિવા મંત્રણભુવનના નામથી પ્રસિદ્ધ છે. ત્યાંથી આગળ ચાલતાં અંત:પુર આવે છે. તેમાંનાં મુખ્ય ગ્રહો વેત મરમરથી મઢેલાં છે અને તેમાં રાતા–પીળા-લીલા પથ્થરના કડકાવતી વેલીઓ તથા પત્રો-પુનું ચિત્રકામ કરવામાં આવ્યું છે. આ કોતરકામ એવું તે ખુબીવાળું છે કે આટલા લાંબા સમયે પણ તે મલિન થયું નથી. અંતપુર તથા દિવાને ખાસ સેનેરી કિરીટવડે આચ્છાદિત છે. ગૃહની અંદર ફુવારાઓ તથા હેજે પ્રત્યક્ષ થાય છે. જે નીકવતી પાણી લાવવામાં આવતું તે નીક પણ “ત મરમરના પથ્થરવતી બાંધેલી છે. આ નીકઠારા શીતળ જળ પ્રત્યેક ગૃહમાં પહોંચતું અને ગ્રીષ્મઋતુમાં ગ્રહવાસીઓને શીતળતા આપતું. શીતકાળમાં તેજ નીકદ્વારા ગરમ પાણી પ્રત્યેક ગૃહમાં વહેતું અને ગૃહવાસીઓને ઉષ્ણુતા પહોંચાડતું. આગ્રાના પ્રાસાદે તથા વિલાસભવને એટલાં બધાં મનહર છે કે આ રંક લેખિની તેનું સંપૂર્ણ વર્ણન આપવાને અસમથે છે, એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. એક પાશ્ચાત્ય પ્રવાસીએ ઉકત પ્રાસાદનું નિરીક્ષણ કરીને લખ્યું છે કે “ આના જેવાં મનોહર અને વિશાળ ભવનો પ્રાચ્ય પ્રદેશમાં બીજાં નથી.” બીજો એક અંગ્રેજ પ્રવાસી યથાર્થ જ કહે છે કે –“એક કાળે આ ભવન અપ્સરાઓની લીલાભૂમિ હશે.” આ અંતઃપુરીની પશ્ચિમ તરફ કિલ્લાના દ્વાર પાસે પૂર્વે સૈન્ય રહેતું. વર્તમાનકાળે અગ્રેજએ પણ ત્યાંજ સૈન્યની સ્થાપના કરી છે. દુર્ગની બહાર, સન્મુખ ભાગમજ એક મોટું બજાર હતું અને તે બજાર પણ ગઢથી વીંટાયેલું હતું. સગવડની ખાતર અંગ્રેજ અમલદારોએ દુર્ગની અંદરનાં અનેક ગ્રહ પાડી નાખ્યાં છે. દુર્ગની બહાર, યમુના નદીના કાંઠા ઉપર રાજ્યના અમીર-ઉમરાવોએ મોટા પ્રાસાદે બંધાવી નગરીને અને લંકૃત કરી હતી, પણ અત્યારે તેમાંના પ્રાયઃ સમસ્ત પ્રાસાદ વિલુપ્ત થઈ ગયા છે. દુર્ગમાંથી બહાર નીકળી તાજમહેલ તરફ જતાં માર્ગમાં ઉક્ત અમીરના પ્રાસાદનાં ખંડીએરે અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે. જેનગરી એક કાળે લંડન નગરીના જેવી વિશાળ અને સજીવ હતી, તે નગરીએ આજે દીન-હીન વેષ ધારણ કર્યો છે ! તેની પૂર્વની સમસ્ત સમૃદ્ધિ તથા મહત્તા આજે અંતતિ થઈ ગઈ છે !
સમ્રાટ શાહજહાને પિતાની પ્રિય બેગમ મુમતાજમહાલની સમાધિ ઉપર જે મનહર મંદિર નિર્માણ કરાવ્યું છે તે એક માત્ર મંદિર જ વર્તમાનકાળે આગ્રાને પૃથ્વીમાં સુપ્રસિદ્ધ કર્યું છે અને તે એક મદિરજ પૃથ્વીના દૂર દેશના મુસાફરોને હિંદમાં આકર્ષી લાવે છે. આ મનહર મંદિર “તાજમહાલ” ના નામથી
જગત્રસિદ્ધ છે. તેની સાથે સરખામણી કરી શકાય એવું એક પણ પ્રાસાદ આ આ જગતમાં હજીસુધી તૈયાર થયા નથી. બર્નિયર સાહેબ લખે છે કે:-“હું તાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com