________________
ફતેપુર–સીક્રી, આગ્રા અને દિલ્હી
૧૬૫
'
ના ઢગલાજ અત્ર–તત્ર વિખરાએલા પડયા છે! આ નષ્ટપ્રાય નગરીમાં આવેલે રામબાગ નામના મનહર ખાગ તથા બેગમ નૂરજહાનના પિતા તમાઃ—ઉદ્–દૌલાની શ્વેત મરમરના પથ્થરવતી માંધેલી કબર આજે પણ પ્રવાસીએતે મુગ્ધ બનાવે છે. વસ્તુતઃ એ બે વસ્તુઓના નિરીક્ષણ પછી કાઇ પણ પ્રવાસી આનંદમુગ્ધ થયા વિના રહે તેમ નથી. ૩ ીટ કરતાં કિંચિત્ અધિક ઉંચી અને ૧૪૯ ફીટ લાંખીપહેાળી બેઠક ઉપર મધ્ય સ્થળમાં પ્રાયઃ ૭૦ શીટ લાંબુ પહેાળું સમાધિ–મદિર આવેલુ છે. વેદી તથા મદિર ઉભય શ્વેત મરમરના પથ્થર્વજ ધવામાં આવ્યાં છે. દિવાલામાં વિવિધ વર્ણનાં પાનાંઓમાં મનેહર લતા, પુષ્પ વગેરે કાતરવામાં આવ્યાં છે. મેજર જનરલ રલીમન સાહેબે લખ્યું છે કે:- ખરેખર આ મંદિર અત્યંત મનેાહર છે. ખેદના વિષય એટલાજ છે કે મંદિરની મનેાહર દિવાલેમાં મઢેલાં કિ ંમતી પાનાં વગેરે લોકેા લઇ ગયા છે. ” કૃર્ગ્યુસન સાહેબે લખ્યું છે કે← આ કબર એવી તેા સુંદર છે કે તેની સરખામણી તાજમહાલ સાથે કરીએ તાજ આમાં કાંઇક ઉણપ લાગે. ” જો અતુલનીય તાજમહાલની રચના થઇ ન હાત તે આ મંદિરજ પૃથ્વીના પ્રવાસીઓને વિસ્મિત તથા વિમુગ્ધ કરવાને સંપૂર્ણ સમર્થ થાત. યમુનાના પશ્ચિમ કિનારા ઉપર અપૂર્વ શાભામયી નૂતન આગ્રા નગરી આવેલી છે. સમ્રાટ અકબરે ૪૦ સ૦૧૫૬૬ માં તે નગરીની સ્થાપનાનું કાર્ય શરૂ કર્યું હતું. એક અંગ્રેજ મુસાફર કે જેણે મોગલ સમ્રાટાની વિદ્યમાનતામાં ઉક્ત નગરીની મુલાકાત લીધી હતી, તે લખે છે કે:- આ નગરી લંડનના જેટલીજ વિશાળ છે.” સમ્રાટ અકમ્મરે કિલ્લો બાંધી ઉક્ત નગરીને સુરક્ષિત ખનાવી હતી. નગરીમાં, યમુનાતીર ઉપર એક સુઉંદર અને સુદૃઢ દુર્ગ જાણે કે સમ્રાટ અકબરના મુદ્ધિબળને સ્પષ્ટરીતે સિદ્ધ કરતા હાય તેમ હજી પણ ઉભેલા છે. મેલેસન સાહેબે લખ્યું છે કેઃ— નગરીના કિલ્લાએ એવા તે દઢ અને મનેાહર છે કે પાશ્ચાત્ય પ્રદેશના મુસાફ્રા પણ તેની પ્રશ ંસા કર્યા વિના રહે નહિ. ' સમ્રાટ અકબરે સતત ૮ વર્ષના પરિશ્રમે અને ૩૫ લાખ રૂપિયાના ભાગે તેખ ધાવવાનું કાર્ય સંપૂર્ણ કર્યું હતું. ઉકત દુર્ગીની એક તરફ કિલ્લાની તળેટીને પ્રક્ષાલન કરતી યમુના નદી વહી રહી હતી. આજે તે સ્થળે એક રાજમાર્ગ દૃષ્ટિગોચર થાય છે. બાકીની ત્રણું દિશામાં એક માટી ખાઇ ખાદાવવામાં આવી હતી, જેમાં જરૂર પડે કે તરતજ યમુનાનું પાણી · ભરાઇ જાય એવા દાબસ્ત કરવામાં આવ્યેા હતા. આ ઉંડી ખાઇને પસાર કરી આગળ ચાલીએ તો બે માઈલ જેટલી લાંખી એક ઉંચી દિવાલ આવે છે. તેને ઓળંગ્યા પછી દુ'માં દાખલ થઈને આગળ જતાં પુનઃ ૭૦ ફીટ જેટલા ઉંચા અને સુદઢ કિલ્લા પ્રત્યક્ષ થાય છે. આ કિલ્લે લાલ રગના પથ્થરોવડે બાંધવામાં આવ્યા છે અને પ્રત્યેક પથ્થર એક લેાહશૃ ંખલાવડે અન્ય પથ્થર સાથે જોડી દેવામાં ભાવ્યા છે. એ દુર્ગની અંદર દાખલ થવા માટે એક દરવાજામાં થઇને જવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
<<
,,
www.umaragyanbhandar.com