________________
મહારાણા પ્રતાપસિંહ
૧૪૧
કાયર હેવાથી તે ચિતેડને પુનરુદ્ધાર કરવા પ્રયત્નશીલ થયું ન હતું ! પિતાના કુલગારવને-આત્મસંમાનને તિલાંજલિ આપી સ્વચ્છેદે આરામપૂર્વક જીવન વ્યતીત કરવું એને આપણે વર્તમાનકાળે બુદ્ધિમત્તા માનીએ છીએ. વસ્તુતઃ એજ જે બુદ્ધિમત્તા હેય તે મહારાણા ઉદયસિંહ તે અર્થમાં પરમ બુદ્ધિમાન હતું, એમ અમારે કહેવું જોઈએ ! તેણે મેવાડની ચિરપ્રસિદ્ધ રાજધાની, વીરત્વનું પુણ્યક્ષેત્ર ચિડ શત્રુના હસ્તમાં અર્પણ કરી દીધું અને પિતે દૂર આરાવલીના પર્વતોમાં
જઈ, ત્યાં ઉદયપુર નામની એક રાજધાની સ્થાપી સુખ-શાંતિપૂર્વક રહેવા માંડયું. રાજપૂતના શિરે ચૂંટેલું કલંક દૂર કરવાનું તેને જણાયું નહિ. મેવાડના એક અંશને પરિત્યાગ કરી રાણે ઉદયસિંહ જો કે સુખ-વૈભવની દુરાશાથી નાસી ગ, તેપણુ દુર્ભાગ્યે તેના કપાળમાં સુખભેગ કરવાની વ્યવસ્થા વિધાતાએ લખી નહતી. જેઓ આત્મગૌરવને વેચી તેને બદલે સુખ-વિલાસની ઇચ્છા કરે છે, તેઓ ઉલટા જીવનની સફળતાસ્વરૂપ આત્મગૌરવ ગુમાવી બેસે છે અને તેની સાથે સુખ-વૈભવ પણ તેને ત્યાગ કરી જાય છે. ચિતેડના પતન પછી રાણ ઉદયસિંહ માત્ર ચાર જ વર્ષમાં મરણ પામે.
તેના પુત્ર હિંદુકુળચૂડામણિ મહારાણા પ્રતાપસિંહ સિંહાસન ઉપર આવતાં જ પૂર્વગૌરવને પુનરુદ્ધાર કરવા કમ્મર કસી જન્મભૂમિનું કલંક નિવારણ કરવાની દઢ પ્રતિજ્ઞા કરી. યથાર્થ વીર પુરુષનું હદય માતૃભૂમિની દુર્દશા જોઈ શકતું નથી. સ્વ વીયર જન્મભૂમિની વેદના તે શાંતભાવે વધારે વાર જોઈ શકો નથી. જન્મભૂમિની વેદના અને દુર્દશાની ચિંતા તેના હૃદયને કરવા લાગી. જે કે પ્રતાપસિંહની પાસે સુખ-વૈભવની મનોરમા સામગ્રીને લેશ પણ અભાવ નહોતે, છતાં એ વૈભવોમાં તેનું યથાર્થ વીર હૃદય સુખ લઇ શક્યું નહિ. “સ્વદેશને ઉદ્ધાર કર-કુળકલંક દૂર કરવું” એજ એક ભાવના તે સર્વદા પિષવા લાગ્યો. પ્રાણધિક ચિતડ શત્રુના ચરણતળે નિંદિત, અપમાનિત તથા લાંછિત થતું જાય છે, એ વાત સુખ અને ઐશ્વર્યના મોહક સંગોમાં પણ તે વિસરી ગયે નહિ. મેવાડમાંથી મોગલોને હાંકી કહાડવાને તેનું હૃદય વ્યાકુળ થયું. સામો પક્ષ કેટલો બળવાન તથા પ્રતાપી છે, તેને તેણે ક્ષણવાર પણ વિચાર ન કર્યો. મેગલની તુલનામાં રાજપૂતસૈન્ય કેટલું અ૫ છે, તેને વિચાર કરી નિરાશ થવાનું તેને વ્યાજબી લાગ્યું નહિ. મહાસંકલ્પની સિદ્ધિ અર્થે વર્તમાન સુખ-ભોગ અને ઐશ્વર્ય-વિલાસનો ભોગ આપવાની ચિંતા તેના મસ્તિષ્કમાં ઉદિત થઈ નહિ. પિતે હાથે કરીને દુઃખ અને વિપત્તિ વહોરી લેવાને તત્પર થયો છે. એવી નિર્બળ ભાવનાએ તેના ચિત્તને કંપાવ્યું નહિ. એકવાર કર્તવ્યનો નિર્ણય કર્યા પછી તેની સિદ્ધિ અર્થે સર્વ પ્રકારનો ત્યાગ કરવો પડે, તો તે પણ પરમ આનંદપૂર્વક કર એ તેણે દઢ સંકલ્પ કર્યો. દિવસ અને રાત્રિ આઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com