________________
૧૩ર
સમ્રાટ અકબર
કરવા તથા અન્ય સહાય આપવાને સમ્રાટે તીણબુદ્ધિ અને યુદ્ધકુશળ રાજા ટેડરમલને રવાના કર્યો. બંગાળ ઉપર ચડાઈ લઈ જવામાં વૃદ્ધ મુનિમખાંએ પ્રધાન સેનાપતિપણું સ્વીકાર્યું અને રાજા ટોડરમલે તેના સહાયકતરીકે કામ કરવાનું અંગીકાર કર્યું; છતાં વસ્તુતઃ યુદ્ધસંબંધી સઘળી વ્યવસ્થા રાજા ટેડરમલનાજ હાથમાં હતી. સમ્રાટની આજ્ઞા મળતાં મેગલસેનાએ કૂચ કરી અને પટણ ઉપર ઘેરે ઘાલ્યો.
બીજી તરફ સમ્રાટે અજમેર ખાતે જઈ ત્યાંના સમાધિમંદિરમાં પ્રભુપ્રાર્થના કરી બંગાળ ઉપર વિજય મેળવવા પ્રયાણ કર્યું. વર્ષાઋતુને આરંભ થઈ ચૂક્યા છે, ગંગા અને યમુનાના પાણીનું પૂર પ્રબળ વેગપૂર્વક વહી રહ્યું છે, છતાં જળમાર્ગેજ આગ્રાથી પ્રયાણ કરવાનો હુકમ સમ્રાટે સંભળાવી દીધો. બાદામીએ લખ્યું છે કે “અસંખ્ય નૌકાઓ નદીના પાણીની સપાટીને ઢાંકી દેતી આગળ વધવા લાગી. સાયંકાળે સમસ્ત મૈકાઓ એક નિશ્ચિત સ્થળે એકત્ર થતી. પડાવ નાખ્યા બાદ સમ્રાટ જ્ઞાનચર્ચા કરવામાં પ્રવૃત્ત થતો. વિજ્ઞાન અને પદ્યવિષે ચર્ચા કરવા ઉપરાંત બીજા અનેક વિષયની તે આવૃત્તિ કરતા.” સમ્રાટે પટણ ખાતે હાજર થઈ, જે સ્થળે શત્રુની ગોળીઓ વરસતી હતી ત્યાં ઉભા રહી, ચોતરફની પરિ સ્થિતિનું બારિક નિરીક્ષણ કર્યું. શત્રુની પાસે કેટલું સૈન્ય છે, તથા તેઓ કયી પદ્ધતિએ લડે છે, તેને પ્રત્યક્ષ અનુભવ કરી, મોગલસેના પટણા ઉપર કેવી રીતે વિજય મેળવી શકે તેને શાંતભાવે નિર્ણય કર્યો. યુદ્ધને યથાર્થ આરંભ કરવા પૂર્વે સમ્રાટે નવાબ દાઉદને એક પત્ર લખ્યો. તેમાં જણાવ્યું કે:-“યુદ્ધદ્વારા અનેક નિર્દોષ વ્યકિતઓને પ્રાણ લે એ યોગ્ય નથી. માટે જો તમે મારી સાથે કંઠયુદ્ધ કરો અને તારા વર્તમાન યુદ્ધને નિર્ણય લાવે તે હું તેમ કરવા તૈયાર છું. તમે જે કંઠ-યુદ્ધ કરવા ખુશી ન હ તે તમારા પક્ષના બે પઠાણ સૈનિકને, મારા પક્ષના બે મોગલ સૈનિકે સાથે યુદ્ધ કરવા મોકલે અને તારા વર્તમાન સંગ્રામને અંત લાવે તેમ પણ તમારાથી ન બની શકે તે છેવટે તમારા પક્ષના બે મત માતંગો અને મારા પક્ષના બે મત માતંગેને યુદ્ધ કરવા ઘો. વિશેષ મનુષ્યોને સંહાર થતા અટકાવવાને હું તૈયાર છું.” નવાબે સમ્રાટની ઉક્ત સરને પૈકીની એક પણે સરત કબૂલ કરી નહિ. આ પ્રમાણે સમ્રાટ અકબર પિતાના સૈનિકોના પ્રાણ બચાવવા અર્થે પોતાના પ્રાણને પણ જોખમમાં ઉતારવા તત્પર થયો હતો! આ એકજ પત્ર અકબરના પવિત્ર અને ઉદાર હૃદયને પરિચય આપવાને શું બસ નથી?
પટણું અને હાજીપુરની મધ્યમાં ગંગા નદી વહે છે. પટણાની ત્રણ તરફ મેગલ સિને ઘેરો ઘાલ્યો હોવાથી, નવાબ દાઉદ હાજીપુર મારફતે જળમાર્ગે સૈન્યની તથા અન્ય વિવિધ પ્રકારની સહાયતા મેળવતે હતો. નવાબને નવી નવી સહાયતા મળશે ત્યાં સુધી તે પરાજિત નહિ થાય. એમ સમજીને પ્રથમ
Shree Suanarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com