________________
૧૨૬
સમ્રાટ અકબર
સિંહાસન ઉપર સ્વષ્ણુની ઝીંકથી ભરેલી મનેહર શય્યા પાથરવામાં આવી હતી અને સિંહાસનના ઉપરિભાગમાં સુવ ખચિત મખમલના એક ચંદરવા વિસ્તારવામાં આવ્યા હતા. સિ ંહાસન ઉપર સમ્રાટની તલવાર-પત્ર તથા ઈનામ બદલ વહેંચવાને પેાષાક સ્થાપન કર્યાં. સિંહાસનની આસપાસ સર્વે હાથ જોડીને ઉભા રહ્યા. એ સમયે સુવિસ્તૃત ખાંડવ પ્રદેશના રાજા અલીખાં આવતા હાય એમ જણાયું. તે રાજા આપણી છાવણીથી થાડે દૂર હાથી ઉપરથી નીચે ઉતર્યાં અને છાવણી પાસે આવવાની, આ સેવકની ( મારી ) રજા મંગાવી. ત્યારબાદ તે પોતાના નાકરાની સાથે ખુલ્લા પગે ચાલીને અતિ વિનીતભાવે આપણી છાવણીમાં દાખલ થયા. સમ્રાટનું સિંહાસન જેવું તેની દૃષ્ટિએ પડયુ કે તુરતજ તેટલે દૂરથી તે રાજાએ સિંહાસનને નમન કર્યું. તે મારી પાસે આવીને ઉભા રહ્યો અને આ સેવકની રજા લઈ સિંહાસનને પુનઃ ત્રણવાર તેણે નમન કર્યું. પછી આ સેવકે તે રાજાને ચિત્ પાસે ખેાલાવીને સમ્રાટને પત્ર ઉભય હસ્તમાં ધારણ કરીને અતિ શાંતભાવે તેને સુપ્રત ર્યો; અને કશું કેઃ– ઈશ્વરના પ્રતિનિધિસમાન સમ્રાટ અકબરે અત્યંત કરુણાપૂર્વક એ અનુગ્રહ ( કૃપા ) નું આપને દાન કર્યું છે; તેમાંના એક અનુગ્રહ તે “આ પુત્ર.” રાજાએ તે પત્ર કરયની એંજલિમાં ગ્રહણ કર્યો અને પત્રને ત્રણવાર પ્રણામ કરી, પેાતાના મસ્તક ઉપર સ્થાપ્યા. એટલુ થયા પછી આ સેવક ક્યું કેઃ–સમ્રાટના દ્વિતીય અનુગ્રહ-તે ‘આ છે,' એમ કહી સન્માનસૂચક પોષાક તેને અણુ કર્યાં. પુન: તેણે પોષાકને નમન કર્યું; એટલુંજ નહિ પણ પાષાકને સુખન કરી, પુનઃ પુનઃ નમન કરવા લાગ્યા. ત્યારખાદ તેણે સમ્રાટની તલવાર કે જે સિંહાસન ઉપર સ્થાપવામાં આવી હતી, તેને નમન કર્યું. જેટલીવાર સમ્રાટનું નામ આ સેવકના મુખમાંથી નીકળ્યું તેટલીવાર તેણે મસ્તક નમાવી નમન કર્યું. આ સેવકે તેને બેસવાની રજા આપી નહેાતી, તેથી તેણે પાતેજ અતિ વિનીતભાવે જણાવ્યું કે:“આપ મહાશયના ચરણુમાં બેસવાની વાસના અનેક વર્ષોં થયું હું પોષતા આવ્યા છુ, જો આપની આજ્ઞા હાય તા હું એસ.' બાદ આ સેવકે તેને ખેસવાની આજ્ઞા આપી, એટલે તે અતિ સન્માનપૂર્વક આ સેવકની સામે બેઠા. તેની સાથે સમ્રાટના એક નાકરે વિશેષ વાર વાર્તાલાપ કરવા, એ સામ્રાજ્યના ગારવને ક્ષતિ પહેાંચાડવા જેવું છે, એમ ધારી આ સેવકે સભા ખરખાસ્ત કરવાની અભિલાષા પ્રકટ કરી. તેણે જણાવ્યું કે આ સાક્ષાત દનારા હજી હું તૃપ્ત થયા નથી. સંધ્યાપ"ત અહી ખેસવાની આજ્ઞા આપે! તા મારું મન શાંત થાય.' છેવટે આ સેવકે તેને દાઢ કલાક ત્યાં ખેસવાની અનુમતિ આપી.સભા બરખાસ્ત કરવાના સમય થયા અને અત્તર–પાન વહેંચાવા લાગ્યાં એટલે તેણે કહ્યું કેઃ– ચાલે. આપણે સર્વે સમ્રાટના દીર્ધાયુ માટે તથા સમૃદ્ધિની ઉન્નતિને માટે પ્રભુની પાસે પ્રાથના કરીએ.' પ્રાથના થઈ રહી એટલે
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com