________________
૧૨૨
સમ્રાટ અકબર
સહૃદયતાપૂર્વક સમ્રાટે તેમને વિદાયગીરી આપી. સુરતને ઘેર એક માસ અને સત્તર દિવસપર્યત રહ્યો હતો. ત્યારબાદ અકબરે તે કિલ્લો પિતાને સ્વાધીન કર્યો હતો. મિર્જા આજીજ કેકાને ગુજરાતના શાસનકર્તા તરીકે નિયુક્ત કરી, તથા શાસન-સંરક્ષણસંબધે અન્ય વિવિધ વ્યવસ્થાઓ કરી, પુનઃ તે આગ્રા ખાતે પા ફર્યો. ગુજરાતને વિજય કરતાં તથા વહીવટની વ્યવસ્થા કરતાં અકબરને નવ માસ લાગ્યા હતા.
થોડા દિવસ પછી વળી એવા સમાચાર આવ્યા કે વિદ્રોહીઓ વિશેષ બળવાન બન્યા છે અને તેઓ અમદાવાદને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સમ્રાટે તેજ ક્ષણે રાજા ભગવાનદાસને પુષ્કળ સેના સાથે ગુજરાત તરફ રવાના કર્યા અને કહ્યું કે “તમે આગળ જાઓ. જો કે મારા હાથમાં અત્યારે કેટલાંક એવાં રાજકામે છે કે હું તત્કાળ મુક્ત થઈ શકે તેમ નથી તો પણ હું તમારા પહેલાં શત્રુની પાસે પહોંચી તેમને દબાવી દઈશ.” ત્યારબાદ આવશ્યક કાર્યોની પૂર્ણાહુતિ કરી સમ્રાટે ઉંટ ઉપર સ્વારી કરી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. વર્ષાઋતુને પ્રારંભ થઈ ચૂક્યો છે, અવારનવાર વૃષ્ટિ થયા કરે છે, છતાં સમ્રાટે રાત્રિ-દિવસ આગળ વધવાનું ચાલુ રાખ્યું. પ્રતિદિન ૮૦ માઈલ જેટલો માર્ગ તે ત્વરિતવેગે પસાર કરી જતો. ત્રીજે દિવસે તે અજમેર ખાતે પહોંચ્યો અને ત્યાં મનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરી, અશ્વ ઉપર સ્વારી કરી આગળ રવાના થયો. ઐતિહાસિક નિજામુદ્દીન લખે છે કે “સમ્રાટ વિદ્રોહી. એની છાવણી પાસે પહોંચ્યો ત્યારે વિદ્રોહીઓ નિશ્ચિત મને પિતપોતાના તંબુમાં સૂતા હતા. સૂતેલા શત્રુ ઉપર હલ્લો કરે એ અન્યાય છે, એમ ધારી સમ્રાટે તુરીના નાદથી સમસ્ત ક્ષેત્ર ગર્જાવવાને આદેશ કર્યો અને શત્રુઓ જ્યારે જાગૃત થયા, એટલું જ નહિ પણ યુદ્ધસામગ્રીથી સજજ થયા ત્યારે જ સમ્રાટે તેમની ઉપર હલ્લો લઈ જવાની આજ્ઞા કરી. ” આવી ઉદારતા સત્યાભિમાની યુરોપ પણ શું કદાપિ દર્શાવી શકે તેમ છે ? સમ્રાટનું પરાક્રમ જોઈ શત્રુની મોટી સંખ્યા પરાજય સ્વીકારી નાસી ગઈ. શત્રુપક્ષના કેટલાક સેનાપતિએ મરાયા અને કેટલાક બન્દિ થયા. મોગલ સેનાએ શત્રુની પાછળ ધસી તેમનો પીછો પકડ્યો. સમ્રાટ અકબરે કેવળ ૨૦૦ સૈનિકોને પોતાની સાથે રાખી પાસેની એક નાની ટેકરી ઉપર વિશ્રામ કર્યો. અમુક ટેકરી ઉપર અકબર વિશ્રામ કરે છે, એમ સાંભળી શત્રુની સેનાને એક ભાગ ટેકરી પાસે ગયો અને મોગલ સમ્રાટને તથા મોગલ સૈન્યને પોતાના પંજામાં સપડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સમ્રાટની સાથેના સૈનિકે, શત્રુસંખ્યા જોઇને ગભરાયા અને ત્યાંથી નાસી જવાની તત્પરતા દર્શાવવા લાગ્યા; પરંતુ સમ્રાટે તેમને ઉત્સાહ આપતાં જણાવ્યું કે-“ શું મોગલસેના ભયભીત થઈને નાસી જાય એમ કોઈ કાળે પણ બને
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com