________________
૧ર૦
સમ્રાટ અકબર
ગણી-ગાંડી સંખ્યા કર્યાસુધી ટકકર લઈ શકે? મેગલ સંખ્યા જોતજોતામાં ઘટી ગઈ. અકબરે આ પ્રસંગે એક અદ્ભુત સમયસૂચકતા વાપરી. તેણે પિતાની આસપાસ દૃષ્ટિ કરી તે થોડે દૂર એક સાંકડે માર્ગ નજરે પડશે. આ માર્ગની બંને બાજુએ ૮ કંટકવન આવેલું હતું. આ કંટકવન પસાર કરવાને આ સાંકડા માર્ગ સિવાય અન્ય એક પણ માર્ગ નહોતે. આ માર્ગ પિતાને કેટલે ઉપયોગી થઈ પડશે તેની અકબરે કલ્પના કરી અને તરત જ ત્યાં જઈને માર્ગ રોકીને ઉભો રહ્યો. તેની એક તરફ રાજા ભગવાનદાસ અને બીજી તરફ રાજા માનસિંહ ઉભા હતા. ત્રણે જણ અશ્વ ઉપર આરૂઢ હતા. આ માર્ગ એટલે સાંકડો હતો કે તેમાં થઈને ત્રણથી અધિક જોડેસ્વારે એકીસાથે પસાર થઈ શકે નહિ. શત્રુની સિન્યસંખ્યા લગભગ નિરુપયેગી થઈ પડી; કારણકે ત્રણથી અધિક સનિકે એ માર્ગમાં થઈને પસાર થઈ શકે તેમ નહોતું. છેવટે શત્રુનું સૈન્ય ઉક્ત માર્ગને મુખભાગ શેકીને ઉભું રહ્યું અને તેમાંથી અતિ સાહસિક તથા અતિ બળવાન ત્રણ અશ્વારોહીઓએ આગળ ધસી સમ્રાટને સંહાર કરવાની હિલચાલ કરી. ત્રણ સ્વારને પોતાની સામે ધસી આવતા જોઈ પ્રથમ રાજા ભગવાનદાસે પિતાના ભાલાવતી એકને તે દૂરથી જ વિંધી નાખે. તે અશ્વ ઉપરથી મૂછ ખાઈને નીચે પડશે. ત્યારબાદ સમ્રાટે અને માનસિહે પેલા બે જણુઓને એક મુદ્દત માત્રમાં જખમી કરી નસાડી મૂક્યા. પછી આત્મરક્ષા કરવાની પદ્ધતિને ત્યાગ કરી તેઓ ત્રણે જણ બહાર આવ્યા અને સંપૂર્ણ વીરત્વપૂર્વક શત્રુના સૈન્ય ઉપર હુમલે લઈ ગયા. સમ્રાટની આત્મરક્ષણ પદ્ધતિનું તથા હુમલે લઈ જવાની કુશળતાનું દર્શન કરી મિએ અતિ આશ્ચર્ય પામ્યા. અકબરે જે એક તરફથી હુમલો કર્યો કે તરતજ થોડીવારમાં નવા લશ્કરની મદદ આવી પહોંચી. શત્રનું સૈન્ય અકબરની સામે લડી રહ્યું હતું તેટલામાં સમ્રાટના વધારાના સૈન્ય આવી શત્રુસંખ્યાને ઘેરી લીધી. હવે તેની તાકાત છે કે સમ્રાટના વેગને અટકાવી શકે? મિર્જાઓનું મોટા ભાગનું લશ્કર મોગલના હાથથી હણાયું. થોડું ઘણું જે બાકી રહ્યું તે રણક્ષેત્રમાંથી નાસી ગયું. સમ્રાટની પાસે સિનિની પૂરતી સંખ્યા નહોતી, તેથી તેમને પીછો પકડવાનું તેમણે યોગ્ય ધાર્યું નહિ. આ યુદ્ધ “શરનલ” નું યુદ્ધ એવા નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધ થયું છે.
સમ્રાટે પોતાના સાહસિક અનુચરને પુષ્કળ ઇનામ આપ્યું. રાજા ભગવાનદાસને મહા સન્માનસૂચક પતાકા અને કંકા પ્રાપ્ત થયાં. અત્યારે પૂર્વે અતિ ઉત્તમ કુળના મુસલમાન સિવાય કોઈ પણ હિંદુને આવું સન્માન મળ્યું નહોતું. વસ્તુતઃ અકબરની પાસે હિંદુ કે મુસલમાન એ ભેદ નહોતે. તે માત્ર ગુણનેજ પૂજારી હતા. એક મનુષ્યના ગુણોનો અનુભવ કર્યા પછી તે ગમે તે જાતિને કે ગમે તે ધમમ હાય તો પણ તેની કદર કરવામાં તે સકેચ કરતો નહિ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat