________________
સમ્રાટ અકબર
એટલે બધો વિશાળ હતો કે દશ ઘેડેસ્વાર એકીસાથે ત્વરાપૂર્વક દેડી જઈ શકે ! સુરંગના કામમાં પાંચ હજાર મજૂરો રાત-દિવસ કામ કર્યા કરતા હતા. ઐતિહાસિક એલ્ફીન્સ્ટન સાહેબ લખે છે કે જે પદ્ધતિએ નવીન યુરોપમાં બેદાણું કામ થાય છે તેજ પદ્ધતિનું અકબરે અવલંબન લીધું હતું.
આ પ્રમાણે એક તરફ જ્યારે સુરંગ ખોદાતી હતી, ત્યારે ચિતોડના સૈનિકે મહાવીર જયમલ અને પૂરનું નેતૃત્વ સ્વીકારી મહા પરાક્રમપૂર્વક મોગલસેનાને નાશ કરી રહ્યા હતા. સુરંગ ખોદનારા મજુરો પૈકી નિત્ય બસે મનુષ્યોને ઘાણ નીકળી જતો હતો. મજુરોની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત મોગલ સૈનિકે પણ દૂર્ગમાંના રાજપૂતની ગોળીઓ વડે વિધાતા હતા. મજુરતે આવી રીતે મરતા જોઈ કરુણહૃદય સમ્રાટે કાઈને જોરજુલમથી સુરંગના કામમાં ફરજીઆત જોડવાની મનાઈ કરી દીધી. તેમણે મજુરોને જે મજુરી મળતી હતી, તેમાં પુષ્કળ વધારે કર્યો અને તેથી પૈસાના લેભથી અનેક મજુરો તેમાં જોડાવા લાગ્યા.
મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે-“અવિરામ પરિશ્રમ અને અધ્યવસાયપૂર્વક ચિતડને ઘેરી લેવાની હિલચાલે થઈ રહી હતી. દુર્ગમાં રહેલું સૈન્ય સતત હલ્લાઓદ્વારા મેગલ સૈન્યને વિશેષ મુશ્કેલીમાં ઉતારતું હતું. અપાર સાહસ અને આત્મભેગના દઢ મનોબળકારજ જે જે શરવભર્યા કાર્યો સંપૂર્ણ થઈ શકે, તે કાર્યો મંગલસેના અલ્પપ્રયત્ન સંપૂર્ણ કરવાને ઉત્સાહ પ્રદર્શિત કરી રહી હતી; પરંતુ નરલેકમાં વસતા મનુષ્યોના, અનંત આકાશને ઉલંઘીને સ્વર્ગ દેશમાં પહોંચવાના સમસ્ત પ્રયત્ન જેવી રીતે નિષ્ફળ નિવડે છે, તે જ પ્રમાણે મેલેનો પરિશ્રમ પણ વ્યર્થ જવા લાગે. શત્રુની પાસે દેડી જઈ અનેક સાહસિક સૈનિકો પિતાનું જીવન અકારણે ન ગુમાવી બેસે તે માટે સમ્રાટે પુનઃ પુનઃ આદેશ આપવા માંડયા; તથાપિ મોગલ સેના અદમ્ય ઉત્સાહથી અધીરી થઈને, સમ્રાટના આદેશની ઉપેક્ષા કરીને જુદાં જુદાં સ્થાને ઉપર હલ્લા લઈ જવા લાગી; અને એ હલામાં સંખ્યાબંધ મેગલ સૈનિકે મરવા લાગ્યા. મોગલે તરફની ગોળીઓ અને તીક્ષણ શરવૃષ્ટિ તે કિલ્લાની દીવાલને સ્પર્શી ત્યાંને ત્યાં જ અટકી જતી હતી, અર્થાત કિલલાને લીધે ગોળી કે બાણ કાંઈ પણ રાજપૂત સેનામાં પહોંચી શક્યું નહિ. ઉલટું, દુર્ગમાંથી આવતી ગોળીઓ પ્રત્યેકવાર મનુષ્ય અને અશ્વને વિનષ્ટ કરી પિતાનું કર્તવ્ય સંપૂર્ણ કરતી હતી.”
આટલું છતાં સમ્રાટ નિરાશ થયા નહિ, વિપદ્દના સમયમાં અધૂર્યને લેશ પણ ભાવ જણાવ્યા નહિ; એટલું જ નહિ પણ જે સ્થળે વિપત્તિ વિશેષ પ્રમાણમાં હોય અને જે સ્થળે સફળતાના ચિન્હો નહિ જેવાં હોય તે સ્થળે અધિક સાવચેતી
પૂર્વક, અધિક પરિશ્રમપૂર્વક પોતે જાતે હાજર થઈ કામ આગળ ચલાવવા માંડયું. Shree Sudhીજે સ્થળે ભયભીત સૈનિકને સાહસ અને હિમત આપવાની જરૂર પડતી, -
2
Shree Sudharmaswami Gyanbhandar-Omara, Surat
www.umaragyanbhandar.com