________________
સમ્રાટ અકબર
પાણિગ્રહણ કરવાની પિતે પ્રાર્થના કરી. અકબરની પ્રાર્થનાનો પવિત્ર ઉદ્દેશ કિવા તે પ્રાર્થનાની પોપકારિતા રાજા બરાબર સમજી ગયો, તેથી તેણે એ પ્રાર્થનાને આનંદપૂર્વક સ્વીકાર કર્યો. જેરાજતનયાનું પાણિગ્રહણ કરવાની સમ્રાટે પ્રાર્થના કરી હતી, તેનું નામ જોધાબાઈ હતું; અને એ લગ્નના પરિણામે જે પુત્રરત્ન પ્રાપ્ત થયું તેનું નામ જહાંગીર હતું.
રાજા બિહારીમલને પુત્ર રાજા ભગવાનદાસ તથા પત્ર રાજા માનસિંહ, તેજ સમયથી સમ્રાટની સાથે મળી ગયા અને સુવિશાળ મેગલ સામ્રાજ્યની સ્થાપના અર્થે પોતાની અસાધારણ શક્તિને સદ્વ્યવહાર કરવા લાગ્યા.
રાજા ભગવાનદાસ અત્યંત સાહસી પુરુષ હતો. ઉત્તરાવસ્થામાં તેણે અનેકાનેક લડાઈઓમાં આગળ પડતે ભાગ લીધો હતો. તેણે પિતાનું પ્રબળ વીરત્વ અનેક પ્રસંગે પ્રદર્શિત કરી મોગલ સામ્રાજ્યના ઇતિહાસમાં અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી છે. રાજા ભગવાનદાસ પ્રત્યે અકબર અત્યંત પ્રેમ, માન અને વિશ્વાસની મધુર દૃષ્ટિથી નિહાળતો હતો. ભગવાનદાસે પિતાના વીરવને લીધે હિંદુઓમાં સર્વપ્રથમ મહા સન્માનસૂચક પતાકા તથા કે મોગલ રાજ્ય તરફથી પ્રાપ્ત કર્યો હતે. આવા મહાન સન્માનપાત્ર અમલદારે જ્યારે માર્ગમાં બહાર નીકળતા ત્યારે તેમની આગળ તૂરી, ભેરી તથા કે વગેરે તેમની યશવાર્તાનું કીર્તન કરતાં અને પતાકા પણ તેમની મહત્તાની ઘોષણા કરતી ! મેગલ દરબારમાં આવું અસાધા રણ માન મેળવવાનું સદ્દભાગ્ય ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થતું. ધીમે ધીમે રાજા ભગવાનદાસ પાંચ હજાર સૈનિકના સેનાપતિતરીકેનું અતિ ગેરવપૂર્ણ પદ પ્રાપ્ત કરવાને પણ ભાગ્યશાળી થયું હતું. આ પદ માત્ર ગૌરવસૂચક એક ચિહસ્વરૂપજ લેખાતું હતું. પાંચ હજાર સૈનિકેથી અધિક સૈનિકે સેનાપતિ તે ન થઈ શકે, એ એ પદનો બિલકુલ અર્થ કરવામાં આવતું ન હતું. પ્રસંગોપાત આવશ્યકતાનુસારે એથીએ મેટી સેનાના પ્રધાન સેનાપતિ તરીકે પણ તેમને કામ કરવું પડતું હતું. સામ્રાજ્યના પ્રધાન પુરુષો માત્ર પાંચ હજાર સેનાના સેનાપતિતરીકે ના પદથી વધારે સેનાના સેનાપતિ તરીકેનું પદ પ્રાપ્ત કરી શક્તા નહિ. પચિ હજારથી વિશેષ સેનાનું સેનપતિપણું કેવળ રાજકુમારને જ ખાસ કરીને આપવામાં આવતું. કાબૂલ અને પંજાબના શાસનકર્તાતરીકે પણ રાજા ભગવાનદાસે અમુક સમયપર્યત કાર્ય બજાવ્યું હતું. સમ્રાટે તેને “અમીરૂલ ઉમરા” (અર્થાત અમીરોને પણ અમીર)ની અત્યંત મહત્તાપૂર્ણ પદવી છેવટે પ્રદાન કરી હતી. હિંદુ રાજાઓમાં સર્વથી પ્રથમ મુસલમાન સમ્રાટની સાથે પોતાની ભગિનીને વિવાહ કરી દિલ્હીના ઐતિહાસિક સિંહાસન ઉપર હિંદુશેણિત પ્રતિષિત કરવામાં જે કોઈએ
સહાયતા કરી હોય અને તારા હિંદુ-મુસલમાન વચ્ચેની એકતા વધારવાનો પ્રયત્ન Shકરી હૃદયની ઉદારતા બતાવી હોય તો તે રાજા ભગવાનદાસજ હતો, એમ કહેવાની
www.umalagyanbhandar.com