________________
૭૪
મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. નથી, તેમનું લખાણ તો શાલિશુકસંપ્રતિનો ભાઈ છે એ બતાવનારું છે. શાલિશુક સંપ્રતિને ભાઈ હોય કે ગમે તે હોય પણ તેનો સંબંધ પ્રશસ્તિ સાથે જોડવામાં અને તે સાથે દી. બ. ધ્રુવને ઘસડવામાં કશી સાર્થકતા નથી. શાલિશુક સંપ્રતિને ભાઈ થાય છે કે પુત્ર થાય છે એ ચર્ચવાને અહીં વિષય નથી. વિષય-મુદ્દો તે શાલિશુકનું નામ પ્રશસ્તિમાં છે કે નહીં તે ચર્ચવાનો છે. શ્રીમાન પ્રવનું લખાણ એ સંબંધી કાંઈ જણાવતું નથી, એટલે તે આધાર નકામો છે. હા, જે શ્વવસાહેબ પ્રશસ્તિમાં શાલિકનું નામ બતાવવામાં એકમત થતા હોત તો તેમનો હવાલો પણ આપવો વ્યાજબી હતો, આ તે મુંબઈથી કલકત્તા જવા માટે અમદાવાદની ગાડીમાં બેસવા જેવું કર્યું છે.
લેખક પ્રશસ્તિના બે વિભાગ પાડતાં જણાવે છે કે
“ પ્રશસ્તિના બે વિભાગ છે. ઉપર પ્રમાણે પ્રશંસા કરતા વાક્યવાળો ભાગ અને બીજે તુલના કરી બતાવતો ભાગ. બને ભાગની લિપિ પણ જુદી પડતી દેખાય છે. એટલે
બીત થાય છે કે, બન્ને ભાગને કેતરવાનો સમય ભિન્ન ભિન્ન હોવો જોઈએ. પ્રથમ ભાગ........શાલિશુકે કોતરાવેલ છે, જ્યારે દ્વિતીય અને અંતનો ભાગ રૂદ્રદામને કોતરાવ્યું દેખાય છે.
પ્રા. ભા. ૨/૩૯૬. ઉપરના એકજ અવતરણમાં એક વખત પ્રશસ્તિના બે ભાગ જણાવ્યા અને તેમાંજ ફરીને ત્રણ વિભાગ જણાવ્યા, પરંતુ કેટલી કેટલી પંક્તિના એ વિભાગ ગણવા તે બતાવ્યું નહીં. સાથે સાથે તેની લિપિ પણ ભિન્ન ભિન્ન બતાવી છે. લેખક પેલા સ્કન્દગુપ્તના લેખને અને આ પ્રશસ્તિને એક તે નથી ગણી લેતાને ? વળી લિપિના જ્ઞાન વગર લિપિની પરીક્ષા કરવા નિકળવું એ અનધિકાર ચેષ્ટા નહીં તે બીજુ શું ? આખી એ પ્રશસ્તિ અખંડ ને એકજ છે તેના બે કે ત્રણ વિભાગ નથી, તેમ લિપિ એકસરખી છે ભાષાની છટા ને શૈલિ એક સરખી છે.
બીજી વિચારવાની વાત તો એ છે કે પ્રિયદર્શી કે શાલિશુકના વખતમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખો કે પ્રશસ્તિઓ લખાતી હતી કે કેમ તેનું પણ જ્ઞાન લેખકને છે ખરું ? રૂદ્રદામાની આ પ્રશસ્તિ લખાયા પહેલાને સંસ્કૃતમાં લખાયેલો શિલાલેખ મથુરાના
* દી. બ. ધ્રુવે ā રાખું ને બદલે સૌરાp સુધારી શાલિકને સંબંધ સૈરાષ્ટ સાથે જોડ્યો છે પણ તે વિચારણીય છે. શાલિકનો સૈારાષ્ટ્ર સાથે કશો સંબંધ જ નહતા, તેની સત્તા પણ ત્યાં ન હતી. બીજા પણ યુપુરાણ માં તેનું મન , તતિ ( હત્યા ) નું સંકર્તિ વિગેરે સુધારા કર્યો છે તે ચર્ચવાને આ પ્રસંગ નથી, છતાં એ સૌરાષ્ટ્ર” ને “ સંપ્રતિના સુધારાથી ડે. શાહ શાલિશુકને રાષ્ટ્રમાં માનવા લલચાય કે પ્રશસ્તિમાં ઘુસાડવા મથે તે તે મિથ્યા પ્રયાસ છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com