SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. આ બધા વિચાર કર્યા પછી એમ નિશ્ચિત અનુમાન ઉપર આવી શકાય છે કે ઉપરકેટને પાછલે ભાગ અને આ શિલા વચ્ચે તે તળાવનું સ્થાન હતું. તેના માપ સંબંધીતે કેટલું લાંબુ, પહોળુ ને વિસ્તારવાળું હતું તેની માહિતિ પણ નિશ્ચિતરૂપે શિલાલેખમાં નથી. છતાં સ્કન્દગુપ્તના શિલાલેખમાં એક માપ આવ્યું છે પરંતુ તે પૂરા બંધનું નહીં પણ તેણે તળાવના બંધમાં પડેલું ગાબડુજ માત્ર પૂરાવ્યું હોય એમ તે માપનાં આંકડાઓથી જણાય છે. કારણ કે રૂદ્રદામાના વખતમાં પડેલા ગાબડાના હિસાબે સો હાથ એ લાંબુ ન કહેવાય કારણ કે રૂદ્રદામાના વખતમાં ૪૨૦ હાથ લાંબુ પહોળું ગાબડુ પડયું હતું, એટલે ચંદ્રગુપ્તના વખતમાં જ ૪૨૦ હાથ કરતાં તળાવ ઘણું મેટું હતું. વળી રૂદ્રદામાએ તે ચંદ્રગુપ્તના તળાવ કરતાં ત્રણગણું મોટું તળાવ બંધાવ્યું હતુંતળાવને બંધ બંધાવ્યો હતો. એટલે કે રૂદ્રદામાના વખતના તળાવની લંબાઈ પહોળાઈના હિસાબે ૧૦૦x૬૮ હાથ એ તેને સંપૂર્ણ વિસ્તાર હોઈ શકે જ નહીં. એટલે તેની સંપૂર્ણ લંબાઈ પહોળાઈ કેટલી હતી તે કહેવું અત્યારે મુશ્કેલ છે. મારૂં અનુમાન એમ છે કે તે તળાવ ઉપરકોટની દીવાલની અડોઅડ હોવું જોઈએ. કારણ કે ઘણુ કિકલાઓની આસપાસ ખાઈઓ હોય છે અને તેની પાછળ નદી કે તળાવ હોય છે જેથી કિકલાનું સંપૂર્ણપણે રક્ષણ થઈ શકે. વળી ઉપરકોટ કિલ્લાના પાછલા ભાગમાં ખૂબ ઊંડી ખીણ જેવું પણ છે. એટલે તે તળાવ શિલાથી તે ઉપર કેટના ક્લિલા સુધી હોય તે તે સંભવિત છે. મી. અરદેશરે સુદર્શન તળાવને જે ચાર્ટ તૈયાર કરેલો છે અને જે અત્યારે જૂનાગઢના સક્કર બાગના મ્યુઝીયમમાં ટાંગે છે તેમાં પણ તળાવનું સ્થાન ઉપરકોટ કિલાની બરાબર હોવાનું બતાવેલ છે. અલબત અત્યારે તે કિલા પાછળ સડક બંધાયેલી છે અને નદીના વહેણ સિવાય સુદર્શન તળાવની કશી પરિસ્થિતિ દેખાતી નથી. સમયની એ બલિહારી છે. મી. અરદેશરજી તથા મી. કેંડરિંગટનએ અમુક માપ કાઢેલું છે તે આ પ્રમાણે છે. ચંદ્રગુપ્તના વખતમાં તળાવની મર્યાદા દક્ષિણ કિનારો–સવરામંડપ અને લક્ષ્મણ ટેકરી ૨૩૬ વાર. 1 - પદ * आयामतो हस्तशतं सम विस्तारतः षष्टिरथापि चाष्टौ । વધતોચપુરુંarળ સ (?) a (૧) [ ......દ ] તરતથી (II) વવવ ચહ્નોત્ અર્થાત એકસો હાથ લાંબો, ૬૮ પહેળો, અને સાત પુરૂષ જેટલે ઉંચે બંધ બંધાવ્યું છે. The Asokan Rock at Girnara P. 39, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy