________________
પ્રકાશમાં નથી આવ્યો તેમાં ખાસ કારણ અને ભૂલને પાત્ર જૈનો છે. જેનોએ પિતાનું સાહિત્ય જગત સમક્ષ મૂકવું નહીં, પ્રકાશિત કર્યું નહીં, તેના ઉપર અન્વેષણ કર્યું નહીં, જૈનોમાં સાહિત્ય અખૂટ છે, ગંભીર છે, સર્વગ્રાહી છે, પ્રમાણિક છે, સર્વમાન્ય છે, જૈનાચાર્યોએ જે લખ્યું છે તે મેટે ભાગે પ્રમાણિક અને વિશુદ્ધ છે; પરંતુ તે બધું ભંડામાં ભરી રાખ્યું, પટારાઓમાં સંગ્રહી રાખ્યું ને જમીનમાં દાટી રાખ્યું. પરિણામે કીડાઓએ ખાધું, સડી ગયું, નષ્ટ થયું. અને જૈન સાહિત્ય, જૈનધર્મ, જૈન ઇતિહાસ ખાબોચીયામાં પડ્યો રહ્યો. પ્રકાશમાં ન આવ્યો. અંધભક્તિ અને વિવેક વગરની જ્ઞાનપૂજાએ જ્ઞાનને પ્રચાર અટકાવ્યો, જ્ઞાનનો નાશ કર્યો, જગતનું સન્માન ખોયું. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસને રાજકીય દૃષ્ટિએ મહત્ત્વજ.મળ્યું નહીં. જૈનો તે કદી સમજ્યા નહીં, અને વર્તમાન પરસ્પરની પરિસ્થિતિને જોતાં લાંબા કાળ સુધી એ મહત્વ હજી નહીં સમજાય, જૈન શ્રમણ સંધ સમાજને સત્યભાગ આપી શકતો નથી. દોરી શકતા નથીઉપયોગી ને આવશ્યક કાર્ય કરી શકતો નથી એ બહુ દુઃખને વિષય છે.
સાહિત્યની દૃષ્ટિએ મારે એટલું નિવેદન કરવું જોઈએ કે જૈન સાહિત્ય, જૈન ઇતિહાસને જગત સમક્ષ મૂકવામાં આવે તો દુનિયાનો ઘણે આદર મેળવી શકે. આ કટોકટીના સમયમાં જૈન સાહિત્ય જગતને પથપ્રદર્શક બની શકે, ન ઈતિહાસ ને નવાં સૂત્રે જગતને મળી શકે, પ્રગતિનો માર્ગ સાધી શકે. સમાજના વિદ્વાનો અને ખાસ કરીને શ્રમણ પંગ-સાધુઓ બીજી બધી બાબતેને છોડી દઈને સાહિત્ય ક્ષેત્રમાં ઉતરી જાય તો સાહિત્યને, ધર્મને, ને જગતને બધી રીતે ઉદ્ધાર કરી શકે. સાધુઓનું પ્રધાન કાર્ય સાહિત્ય સેવા છે અને સાહિત્ય સેવાનું પરિણામ ધર્મનો ઉદ્યોત છે.
આ પુસ્તકમાં શક–પશ્ચિમી શક રાજાઓની ટુંકી સમીક્ષા યથાવસર કરી છે, તેને માટે જ્યાં જ્યાં ભિન્ન અથવા અસત્ય મંતવ્યો હતાં–મને લાગ્યાં તેની સમીક્ષા પણ કરી છે.
ભાવના એવી છે કે જે સ્થિરતા અને અનુકૂળ સંયોગો મળી જશે તો “ જૈન ઇતિહાસ” થોડા સમયમાં જગત સમક્ષ મૂકવો શરૂ કરી દઈશ.
પહેલા દામજદથી અથવા પહેલા રૂદ્ધસિંહના શિલાલેખની પ્રતિકૃતિ અન્યત્ર નહીં મળવાથી ભાવનગર સ્ટેટ તરફથી બહાર પડેલ ‘ પ્રાકૃત અને સંસ્કૃત શિલાલેખ ” માં આપેલ શિલાલેખ ઉપરથી બ્લેક તૈયાર કરાવ્યો છે જે માટે ભાવનગરના દરબારશ્રીને આભાર માનવામાં આવે છે. વળી બીજું ચર્ઝનનું ચિત્ર મથુરાના કર્જન મ્યુઝીયમનાં કયુરેટર શ્રીયુત વાસુદેવશરણુ એમ. એ. ની સમ્મતિથી પ્રાપ્ત થયો છે તે માટે તે મ્યુઝીયમના વ્યવસ્થાપકે ધન્યવાદને પાત્ર છે.
આ પુસ્તક લખવામાં ન્યાય-વ્યાકરણતીર્થ શ્રીયુત ફત્તેહચંદ બેલાણીએ કેટલાક અંશે સહાયતા કરી છે.
છે. સ્ત્રીનકોન, ડૉ. હીરાનંદશાસ્ત્રી અને શ્રી જયચંદ્રવિદ્યાલંકારના પુસ્તકે ઠીક ઠીક ઉપયોગી થઈ પડ્યાં હતાં તેની નોંધ લઉ છું. જરૂરી પુસ્તકે પૂરાં પાડવા માટે ફલેધી (મારવાડ ) ના સંધને ધન્યવાદ ઘટે છે. ફલેધી (મારવાડ) કાર્તિક
વિજયેન્દ્રસૂરિ ધર્મ. સં. ૧૬
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat