SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. તેના પિતાના વખતમાં સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશ છીનવાઇ ગયા હતા, ખલ્કે આખા સુરાષ્ટ્રના મુલક સાતવાહનવશના રાજાઓના તાબામાં હતા. ૩ર જ્યારે શલે કે પહેલ વહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ત્યાંનું રાજ્ય પ્રજાસત્તાક હતું. નાના નાના લેાકસ ંઘે પેાતાના વિભાગનું રાજ્યતંત્ર ચલાવતા હતા. ધીમે ધીમે વિદેશીઓના હુમલાએથી આ તત્રવ્યવસ્થા નષ્ટ થઇ અને સુરાષ્ટ્ર શબ્લેકને હાથે પડયું. તે પછી આંધ્રના રાજા ગૌતમીપુત્ર સાતકણ જે ઇસ્વી. પૂ. ૧૧૬૪૪ સુધી રાજ્ય કરી ગયા–તેના હાથમાં હતું. તેના અવસાન પછી સુરાષ્ટ્ર ઉપર વિદેશી આક્રમણુ થયું અને કુશાનવવંશના ક્ષત્રપાના હાથમાં ગયુ, એમ લગભગ ૪૦ વર્ષ સુધી સુરાષ્ટ્ર ઉપર ઉત્તર અને દક્ષિણુ બન્ને તરફની બળવાન સત્તાઓના હુમલાઓ બરાબર ચાલુ રહ્યા. એ હુમલાઓથી સુરાષ્ટ્રની પ્રજા પણ થાકીને ત્રાસી ગઇ હતી. તેમને તેા એક એવા પ્રમળ રાજાની જરૂર હતી ને એવા પુરૂષને રાજા બનાવવા ચાહતી હતી કે જેનાં સંરક્ષણુ નીચે પોતાની સંસ્કૃતિની, જાનમાલની, ને મુલ્કની બહાદુરી પૂર્વક રક્ષા કરી શકે. તેથી સુરાષ્ટ્રની સમસ્ત પ્રજાએ રાજા રૂદ્રદામાની પસંદગી કરી, તેમાં પ્રજા સફળ નિવડી, એટલુંજ નહીં ખૂબ આબાદ અને સુખી થઇ. રૂદ્રદામાએ પ્રજાની રક્ષામાં રાજ્યના શાસન અને વિસ્તારમાં અપૂર્વ કોશલ્ય, કુનેહ ને બહાદુરી બતાવ્યા. સાથે સાથે પેાતાની જાતને તેણે આર્ય સંસ્કૃતિમાં એતપ્રોત કરી. રૂદ્રદામાના રાજ્ય અમલ. સુરાષ્ટ્રના સત્તાધીશ મની રૂદ્રદામાએ જીવનના દરેક અંશમાં આર્યસંસ્કૃતિને અપનાવી, રાજકારભારમાં પ્રાચીન પ્રથાઓને બહુ જતનપૂર્વક સંભાળી રાખી, પ્રજા પચાયતા, પ્રજાપ્રતિનિધિ-લેાકસ ંઘાની સ્થાપના કરી, સલાહકારક મત્રિમંડળ અને કાર્યવાહક મંત્રિમંડળની સ્થાપના કરી, રાજ્ય સંચાલનને ખૂબ વ્યવસ્થિત કર્યું. તેનુંજ એ પિરણામ છે કે શલાકાની સત્તા રૂદ્રદામા પછી પણ બહુ લાંબા કાળસુધી ભારતમાં ટકી રહી. તેણે પેાતાના પાછળથી છતાયલા બધા પ્રદેશ ઉપર એજ રીતે રાજ્યઅમલ કર્યો. બધે પેાતાના પ્રતિનિધિ નિમ્યા અને તેજ પદ્ધતિએ તેને રાજ્ય વિસ્તાર વધ્યા. યશસ્વી દિગ્વિજય, રૂદ્રદામાના રાજ્યશાસનના વર્ષા તેના જીવનનાં અત્યંત યશસ્વી ને જાજ્વલ્યમાન હતાં. તે વર્ષોમાં જુદા જુદા મુલ્કા ઉપર ચડાઇ કરી, તેણે ત્યાં પેાતાની સત્તા કાયમ કરી. સિંધ, કાંકણ દેશે। તાબે કર્યાં. આંધ્રદેશનાત્ર રાજા વાશિષ્ઠીપુત્ર પુલુમાયીની માળવા, × આ પુલુમાચી સાથે તેણે પોતાની દિકરીનુ લગ્ન કર્યું હતુ`. એટલે વાશિષ્ઠીપુત્ર પુલુમાચી તેના જમા થતા હતા માટે તેને બે વખત પકડવા છતાં મારી ન નાખ્યા અને જીવતા છોડી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy