________________
२४
તારુકરવા.
[ અંક ૧ એ.
આવ્યું હતું, તેને બધી વાત ખબર પડવા દીધી, ને તે કોઈને કહે નહિ એટલા માટે પોતાનું પેહેરેલું કેટલુંક ઘરેણું તેણે માગ્યું, તે પણ આપ્યું. હવે એ બ્રાહ્મણ ત્યાં જઈને કહેશે, તે જોઈ લો પછી. એની પછવાડે મેં એક માર મોકલ્યા છે, તેને કહ્યું છે, કે, એના ટુકડે ટુકડા કરીને ઘરેણું પાછું લાવજે.
પથરામ--(પલંગ ની કંપતા, સ્વગત) માર ગયો રે મારા બાપ! બાયડીને ચૂડો ભાગવાની વેળા આવી રે, મારી મા
છળદાસ–-વળી એક બીજું જાણ્યું કે નંદનકુમારની વાડિયેથી અમે ભેગા ગાડીમાં આવ્યા, તે એમને ઘેર ઉતશ્યા. દંભરાજ હિંદળાખાટ ઉપર બેઠેલા હતાતેમણે અમને જોયા, એટલે મને તો ખૂબ દમમાં લીધે, ને કહ્યું, કે, આજ પછી જે નંદનની સાથે તેને જઈશ, અથવા છાની રીતે એને બેટી સલાહ આપીશ, તે દરબારમાં દેયા વિના રહેનાર નથી. નંદનને પણ ઘણો તાપ દીધે..
પ્રિયંવદા--આ વાત તે ધણું વધી. કદાપિ પેલે બ્રાહ્મણ દંભરાજને મળ્યો હશે, ને તેણે કાન ભયા હશે; નહિકર મારી વાત એના જાણવામાં આવી છે, પણ આજ સુધી બોલ્યો નથી. તમારી ગોઠવણ પ્રમાણે જે બ્રાહ્મણ પૂરે થયો, તો તો ઠીક છે; નહિકર પૂરી ફજેતી છે. લલિતાએ જે વાત જાણું, તો એ એવી ચતુર જણાયછે, કે આપણું મૂળ કાપશે. મને લાગે છે, કે, વાડી ને બીજી હવેલીના રૂપિયા આવે, તે લઈને બે ચાર મહિના આપણે કહિ જઈ આવિયે. એટલી વારમાં બધું શમી જશે, ને પછી નંદનનું આપણે કાંઈ કામ નથી, એટલે મારે ઘેર હું પેસવા દઈશ નહિ; વાડી તો ત્યારસેરી પરવારશે.
છળદાસ–-હવેલી ને વાડીને દસ્તાવેજ તૈયાર થયો છે. વાડીના પંદર હજાર આજે આવ્યા, તેમાંથી પાંચ હજાર નંદને રાખ્યા મેં તો લેવાને ઘણે આગ્રહ કર્યો, ને સમજાવ્યું, કે પ્રિયંવદાને ખર્ચ બહુ ઉપડે છે, તે તમારાથી પૂરે થતું નથી, તેથી હવે રહેશે નહિ; પણ એ કહે, કે, પાંચ હજાર રાખીને બાકીના લેવાને પ્રિયવદા ખુશી છે. ત્યારે પછી, ભારે ઉ. પાય ચાલ્યો નહિ.
પ્રિયવદા--હા, એ વાત તો ખરી; બધું આપણે તાણું લઈએ, ને બીજા લેણદાર એને સતાવે, તો ઉઘાડું પડે. પણ એ રૂપિયા ક્યાં છે? ત્યારના કહેતા કેમ નથી ?
છળદાસ--શું હું બધા રૂપિયા ખાઈ જવાને હતો? મારો તે જરા તમને વિશ્વાસ જ આવતો નથી. હું ન હતું, તો તમને એક પાઈ મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com