________________
ઘા પ . ]
જિતાંદુલા .
લડવા કે બળવાનnણ હિંમત ન ચાલે, ભારે અધિક માર, તેય પથ્થર નવ હાલે. શી ખાડી પહેલાણ! પૂર પાણીનું ભારે, માંય કાંગરા છાય, નિહાળું હારે હારે. શાં જબરાં આ દ્વાર, હાર ખીલાની આ શી ! શૂળી સમ દેખાય, હાથી તો નાસે ત્રાશી. કશા થકી ન કપાય, લાકડું એવું ભારે, તે પર લોહોડું ઘણું, જડયું છે બન્ને દ્વારે.' ખાડી પર પાટિયાં, પાથયાં એ પણ એવાં, ખેંચી લેવા કાજ, કયાં છે સેહેલાં કેવાં? ગઢી વળી આ કરી, વાંક કેવો કીધે છે, દરવાજા બંધ, ઘણો જબરો લીધો છે. લશ્કર આવી શકે કેમ આ વચમાં પરનું? શી જબરી છે ભીત ! કામ કીધું બહુ જરનું. અસલ કામ આ ખરૂં, નથી નકલ કીધેલી, શી કડિયા ચતુરાઈ, મજૂરી મસ લીધેલી. શા રસ્તા વિશાળ, સડક શી સારી કીધી, પગે ચાલવા કાજ, હાર બે બાજુ લીધી. બે મમ ફાનસ હાર, શોભતી દીસે સારી.
હસ્થભ રંગીન બીરાજે જોતાં ભારી. વયે મનુષ્પાકાર, પૂતળું લેહનું દેખું, મુખ ફાડેલું ઘણું, પેટ ગાગરણું પંખું. લલાટ પર છે લેખ, પત્ર પાઠવવા વાજે, પેટે તાળું પડયું શિવલિંગ જેવું રાજે. ઘરની કેવી હાર, શોભતી સારી કીધી, ઊંચી નીચી નહિ, નહિ વાંકી પણ સીધી. આરસનાં ચકચકિત, પગથિયાં સરખાં શોભે, પીતળચકતામાંહ, અંક ને નામજ આપે. ઝરૂખાને શે તેડ, કઠેરા કીધા સારા,
પીતલ લે” આદિક, વેલથી બહુ શણગાવ્યા. ૧ કિલ્લાની અવળી. ' ર લોકને ટપાલમાં કાગળ મિકલવાને સુલભ પડે એટલા માટે, કેકાણે ઠેકાણે માણસના આકારનાં ધાતુનાં પૂતળાં ઉભાં કરેલાં, તેમનાં હે કાડેલાં રાખેલાં તેમાં કામળ નાંખે તે પહેલા પેટમાં એકઠા થાય, પછી ટપાલવાળે ઠરાવેલી વેળાએ તાળું ઉધાડી લઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com