________________
૧૦૦
ललितादुःखदर्शक.
[ સંપ મો.
વિજળી ઝબકતાં કોઈ પુરૂષે, મૂકી મારી પૂઠે દેટ; જાણ્યે ઝલાઈશ તેથી ત્વરાથી, ચાલી ચૂકાવી હું ચેટ. અરે દુઃખ ૨૩ ગાજવીજ થાય વિવિધ પ્રકારે, તેમાં અંધારી રાત; દેડી મરું, અખડાઈ પડું, જુ, કાંટા સોરાયાની ભાત. અરે દુઃખ ૨૪ થાતાં પ્રભાત ગઈ છેક થાકી, ઉજાગરે બળે નેન; શીતળ ઝાડછાયા નીચે સૂતી, પણ ન પડે ચિત્ત ચેન. અરે દુઃખ. ૨૫ થોડી વારે મારા નાથના મિત્રો, આવ્યો કુભાન્ડી દાસ; લાત મારી મને ચોટલે ઝાલી, ઘસડી ગયે જ્યાં ઘાસ. અરે દુઃખ૦ ૨૬ વાંસે છોલાયે ને લોહી વહ્યું પણ, તેને દયા નહિ દિલ નાંખી નીચે ગળું ખુબ ડબાવ્યું, જીવ જવા નહિ ઢીલ. અરે દુઃખ ૨૭. યોગ ઈશે આ અચરજ જેવ, હરિણ પૂઠે આવ્યો વાઘ, ૧.૧ બચવા કુભાન્ડી કૂવે જેવો તે, વાઘે ઝાલ્યો લઈ લાગ. અરે દુઃખ૦ ૨૮ ઘાસે ઢંકાયલી હું તો બચી, પછી ચાલી મૂકી તે ઠાર; પાડ પ્રાઢા, નદી, નાળાં, ગુફાઓ, ભયભિત ભાસે અપાર. અરે દુઃખ ૨૮ દુઃખ વેઠી વેઠી વિપરીત થઈ, વળી બાકી રહી નહિ એક; રૂ૫ ને રંગ બધું બદલાતાં, માબાપ ભૂલ્યાં છે. અરે દુઃખ૦ ૩૦ ભરપૂર હું જે ઘણું ખરી વાતે, તેના થયા આવા હાલ; બીજી બીચારી હશે બહુ દુખી, કોણ લે છે સંભાળ.. અરે દુઃખ ૩૧ સબલા પુરૂષ છે ને અબળા અમે તે, લે તો સંભાળ લેવાય વેહેતી મૂક દયા દૂર કરીને તે, કેવાં પરિણામ થાય. અરે દુઃખ૦ ૩૨ દુઃખ બીજાં ઘણું અમ અબળાને, ભાઈ બાપને ન જણાય; છાનાં શેકાઈ, દુખી બહુ થઈયે, અમથી ઉપાય શો થાય. અરે દુઃખ૦ ૩૩ સમભાવ રાખી વિચાર કચેથી, તમને જણાશે ભૂલ; બેહેને પુત્રિયોનાં દુઃખ વિદારશો, તે તે ભરાશે ફૂલ. અરે દુઃખ૦ ૩૪ નહાનપણે તમે પરણુ પુત્રી, કહેવાતું શોધે કુળ; ગુણ કે અવગુણ કાંઈ જુવે નહિ, તેમાં મળે બધું ધૂળ. અરે દુઃખ૦ ૩૫ દશે દિશા ભણું દષ્ટિ કરું છું તે, દુઃખ દુઃખ દુઃખ દુઃખ; આવા જીવતરથી તો મરણ ભલું જ્યારે સ્વ ન મળવાનું સુખ અરે દુઃખ શું કહું મારું રે મરણ તે સૌથી સારું રે.
(તે વપતાસનમાં થાકને લીધે પડી જાય છે.) પ્રભાવતી–(તેની પાસે જઈને) પ્રિય સખી, તું બહુજ નિર્બલ થઈ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com