________________
કેટલાક ઘડેસ્વારે સાથે લઈ કિલાની બહાર નિકળે તે કમે ક્રમે સામેથી ચાલ્યા આવતા દુર્જનસિંહને જઈ ભળે. એક બીજાની કુશ ળતા પૂછાઈ. દુર્જનસિંહની સાથે પણ કેટલાક હથિયારબંધ ઘેડેસ્વારો અને નોકર હતા. તે સર્વેના પિશાક અને ઘેડાઓ ભપકાબંધ તથા. ઉત્તમ હતા. દુર્જનસિંહને પિશાક તે બહુજ કિંમતી હતે. તે એક દેખાવડા અને ઉત્તમ ઘોડા ઉપર સ્વાર થયેલ હતું. તેણે બહુ લાંબી મુસાફરી કરી હતી છતાં તેને ઘડો બીજા ઘોડાઓ કરતાં તાજે અને ઉત્સાહિત લાગતું હતું. એકંદરે તેની બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે મુખમુદ્રા પ્રફુલ્લિત કે આનંદિત લાગતી નહતી અને તેનું કારણ સજનસિંહે તેને પૂછયું પણ ખરૂ ! તેના જવાબમાં તેણે જણાવ્યું કે આજે ઘણા દિવસ થયા મારી તબિયત સારી નહતી, ઉપરાંત લાંબેથી હું કંટાળા ભરેલી મુસાફરી કરતો આવું છું તેથી તમને મારા ચહેરા ઉપર જરા ઉદાસી જણાતી હશે. બોડીવાર પછી દુને ચારે તરફ જોઈને કહ્યું-“શું આપની સાથે લલિત આવ્યો નથી? ”
“ના. હમણાં હમણાં તેના ઉપર મારી અવકૃપા થઈ છે અને મેં તેને તેના ઓરડામાં જ રહેવાની આજ્ઞા કરી છે. પણ હવે તે વાત જવા દે. તેની બાબતમાં તમે મને વધારે ન પૂછે તે બહુ સારું !” સરદાર સજજને કહ્યું.
આવી રીતે વચમાં વચમાં વાતચિત કરતું તે મંડળ ચાલ્યું જતું હતું. સરદાર સર્જન અને દુર્જનના ઘોડાઓ સેથી આગળ હતા. થોડીવારમાં તેઓએ એક સાધારણ ઝાડીમાં પ્રવેશ કર્યો. તે ઝાડીમાં દસબાર ડગલાં આગળ વધી સરદાર દુર્જનને ઘોડે એકદમ અચાનક ચમક. દુર્જન બળવાન હતું છતાં ઘોડા ઉપર કાબૂ રાખી શો નહિઘડાએ કાન ફફડાવીને પિતાના નાકમાંથી કુફ્ર એક અવાજ કાઢી એવી રીતે કૃધે કે જેથી તેને સ્વાર એકદમ નીચે
થ્વી ઉપર પછડાઈ પડે ! દુર્જનસિંહને ઘડા ઉપરથી નીચે પછડાઈ પડેલો જોતાંજ સજજન, ચંદ્ર અને તેના અનુચરે તેની મદદ દોડી આવ્યા. તેઓએ તેને બેઠા કર્યો. એટલામાંજ તે ઝાડીમાંથી અચાનક એક વૃદ્ધ સ્ત્રી બહાર નીકળી આવી ! તેના શરીર ઉપરનાં વસ્ત્રો ફાટેલાં હતાં અને તેના હાથમાં એક લાંબી લાકડી હતી અને તેને તે વારંવાર ફેરવતી હતી. તેના તરફ કુમાર ચંદ્રસિંહની નજર જતાં જ તે બેલ્યો-“જુઓ, જુઓ ! આ તેજ દુષ્ટ ડોસી છે!”
હમણું ઘોડા ઉપરથી કોણ પછડાઈ પડયું ?” તે ડોસીએ ચંદ્રક પાસે આવી કર્કશ સ્વરે તેને પૂછયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com