________________
હતા. તેમના ઓશીકે-અત્યારના આ દુર્ગના અધિપતિ દુર્જનસિંહ અને મર્હમ અધિપતિ કિશોરસિંહ-બેઠા હતા. પોતાના પુત્રોની ઉપર તે સરદારને બહુજ સ્નેહ હતું. તેમણે દુર્જનસિંહને હાથ કિશોરસિંહના હાથમાં આપીને કહ્યું કે“આની સદા સર્વદા તારા પ્રાણની જેમ સંભાળ લેજે.” એમ કહી આ ની તમામ માલિકી કિશોર સિંહને સોંપી તે પરલોકે પ્રયાણ કરી ગયા. મારા વૃદ્ધ માલેક જેવા મનુષ્યો દુનિયામાં બહુજ થોડા હોય છે. આજે આ કિલ્લામાં જે અપૂર્વ પદાર્થો દેખાય છે, તે તમામ તેમની કૃતિના-શેખના-મારક રૂ૫ છે. તેમના જેવો વિદ્યાવિલાસી, બહુશ્રુત, દયાળુ અને શુરવીર યોદ્ધો તે એક જ થઈ ગયા. તેમના મરણ પછી થોડા જ સમયમાં મંગળગઢના પ્રથમપંક્તિના સરકાર કીર્તિસેનની સુહાસ્યવદની કન્યા વસુમતિનું મામું આવ્યું. અમારા મરહુમ સરદાર કિશોરસિંહ વિદ્યા ઉપાર્જન કરવા માટે છેડે વખત મંગળગઢમાં રહ્યા હતા તે સમયે કુમારી વસુમતી અને તેમનું સ્નેહમિલન થયું હતું. ત્યારથી તે બને પરસ્પરને ચાહતા હતા તેની સાથે તેમનું લગ્ન બહુજ ઠાઠમાઠથી થયા પછી તે બને તેજ પ્રદેશમાં લગભગ બે વર્ષ સુધી રહ્યાં હશે. આખરે તેઓને આ દુર્ગમાંજ આવી રહે, એટલા માટે એક માંગલિક દિવસ નક્કિ કરવામાં આવ્યું. તે દિવસ આ ર્ગને બહુજ સારી શણગારવામાં આવ્યું હતું. પિતાના રાજ-રાણીને જોવા માટે આસપાસના પ્રદેશમાંથી પુષ્કળ મનુષ્યો આવી અહીં એકત્ર થયા હતા. તે અમે સર્વેને માટે એક માંગલિક અને શુભ દિવસ હતો. તે દિવસે સંધ્યાને સમયે સરદાર ! આ કિહવાના સ્વામી કિશોરસિંહ પિતાની પત્ની સાથે કિલાની પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ એકત્ર થએલા તમામ મનુષ્યના હૃદય આનંદથી પ્રફુલ્લિત થયાં. સર્વત્ર જયદેવ શરૂ થયો. નૈબત વાગવા લાગી અને તે પિતાના રાક્ષસી અવાજો કરવા લાગી. પરંતુ સરદાર ! અફસોસ! કે અમારે તે આનંદ બહુ વખત સુધી ટકી શકે નહિ. રાજા કિશોરસિંહ ઘેડા ઉપર બેસીને દૂર્ગમાં આવવા નિકળ્યાં તેમનો ઘેડો દરવાજની અંદર આવતાં જ અચાનક અચકી ગયો અને તેઓ એકદમ જમીન ઉપર પછડાઈ પડ્યા ! આ અકસ્માત થયે તેજ સમયે એક બીજો પણ અદ્દભુત બનાવ કિલ્લામાં બન્ય. આ કિલ્લાના-શસ્ત્રાગારમાં આ કિલ્લાના-મૂળ પુરૂનાં બહુજ સાવચેતીથી રાખેલ બહુમૂલ્ય પિલાદનું સોગકવચ અને શિસ્ત્રાણ પણ-ઇપણ કારણ વિના–એકદમ પૃથ્વી ઉપર પછડાયાં ! તે સાથે જ સર્વેના હૃદયમાં પ્રાસકો પડ્યો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com