________________
“દૂર્ગરક્ષક! આ તમારા કથનને અર્થ શ? તમે આટલા લાંબા સમયથી દૂર્ગમાં રહે છે છતાં પણ તેવું તમે કાંઈ પણ જાણી શક્યા નથી? એ એક અજાયબીજ છે. ” સજજને આ પ્રશ્ન દૂર્ગરક્ષક રણમલને બહુજ આશ્ચર્ય પામી પૂછ્યું. તેના જવાબમાં રણમલે શાન્તતાથી ના ને ઇસાર કર્યો. ત્યારે તે તે બહુજ ગુંચવાઈ ગયે. જે વાત જાણવાની પિતાને તીવ્ર અભિલાષા હતી અને તેને ખુલાસો રણમલ પાસેથી મળશે, એવી તેને પાકી ખાત્રી હતી, તે બધું એક તરફ જ રહી ગયું અને ઉલટું જે વાતે હમેશાં બને છે તે વાતથી-બનાવથી-સાઠ વર્ષ સુધી કિલ્લામાં રહેવા છતાં પણ-રણ મલ કાંઈ પણ જાણતા નથી એ સાંભળી તેને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે! રણમલ આ બાબતમાં પિતાને છેતરે છે, એમ તેને લાગ્યું. પરંતુ પિતાને ખોટું કહીને છેતરવાથી રણમલને શું ફાયદે થવાને છે ? કાંઇજ નહીં ! આ વિચાર મનમાં આવતાંજ રણમલની બાબતમાં તેને આવેલી શંકા દૂર થઈ ગઈ અને રણમલ જે કઈ કહે છે તે ખરૂં છે, એમ તેને લાગવા માંડયું. તે ઘણે વખત સુધી ચુપ જ રહ્યો. એટલામાં લલિતે તેને વનચરીના જે શબ્દ કહી સંભળાવ્યા હતા તે એકાએક યાદ આવી ગયા! એટલે તરતજ ફરી તેણે રણમલને પૂછયું– “વારૂ, પણ રણમલ ! વર્ષપ્રતિપદાને (નવા વર્ષને પહેલે દિવસે) મહિલબલી મહોત્સવને સમયે ખરે દુર્ગાધિપતિ અહીં આવશે, શું એ ખરી વાત છે?”
સરદારના મુખમાંથી છેવટના શબ્દો સાંભળી રણમલનું મુખ કાળું થઈ ગયું. અને હોઠ થરથર ધ્રુજવા લાગ્યા. તે અચકાતે અચકાતે બોલ્યો“આ વાત પણ આપના જાણવામાં કે સાંભળવામાં આવી ગઈ કે શું?”
રણમલ ! તું આમ શા સારૂ ડરી ગયો? આ બાબતમાં તું કાંઈ પણ જાણે છે ખરે કે?” તેની શોચનીય સ્થિતિ થએલી જોઈ સજજને તેને પૂછયું.
“આજથી તેવીસ વર્ષ પહેલાં અહીં બનેલો શેકજનક બનાવ આપના જાણવા બહાર તે નહીં હોય?”
હા, તે બાબત લોકોના મુખેથી મેં સાધારણ રીતે સાંભળી છે પણ તેને આ ચાલતી વાતચિત સાથે શો સંબંધ છે?”
સંબધ ઘણે છે નામવર. તે બાબતમાં સાચે સાચી હકીકત હું આપને જણાવું છું. તે દુઃખદ બનાવની હકીક્ત શરૂ કરતાં પહેલાં આપણે ઘણા વર્ષ પહેલાંની થોડીક વાત કરવી પડશે. આજથી લગભગ છવીશ વર્ષ પહેલાં મારા માલેકના પિતાશ્રી મૃત્યુશધ્યા ઉપર પડયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com