________________
-
૨૦
ભાગે તે ભયંકર કસોટીમાંથી હું પસાર થઈ જાઉં તે હું તારી આશા રાખું કે નહિ?”
હવે આશા શાની અને કેવી !? જે તમને બચાવવામાં આવે તે તેમની સાથે લગ્નથી જોડાવાનું મેં તેમને વચન આપ્યું છે. તેમણે પિતાની શરત મુજબ એક વાર તમારા પ્રાણ બચાવ્યા. તમારો છુટકાસ કરી તેમણે પિતાનું વચન પાળ્યું છે તે હવે મારે પણ મારું વચન પાળવું જ જોઈએ. તમે ફરી પાછા અહીં શા માટે આવ્યા, તે હું જાણતી નથી છતાં લલિત! હું વચનના પરમ પવિત્ર બંધથી બધાઈ ગએલી છું. તે સિવાય લલિત, આપણો પ્રેમ પરમાત્માને પસંદ નથી. આપણામાં કમનસીબ નેહભાવ પ્રકટ થયા પછી આપણું ઉપર એક પછી બીજી એમ કોઈને કોઈ આફત આવે જ જાય છે અને અદ્ભુત બનાવે. બન્યા જ કરે છે.
તે ખરું છે પરંતુ તે અદ્ભુત બનાવેના મર્મ આપણે જાણી શકતા નથી એ જ કારણથી આપણે કાંઈનું કાંઈ માની લઈએ છીએ. તે દિવસે ભજનોત્સવને સમયે તે ચમત્કારિક આકૃતિ તારી પાસે આવી અને
“તે આકૃતિએ શી ઇશારત કરી?” પ્રભાએ ઉત્સુકતાથી - ચમાં જ પૂછયું.
એજ કે-પ્રભા ! તું કોઈ કાળે દુર્જનની પત્ની થઈ શકીશ નહિ અને તે જ મારે પુનઃ કિલ્લામાં આવવાનું પ્રબળ કારણ છે. જે અદ્ભુત આકૃતિએ તને ઈશારત કરી તેજ આકૃતિએ ફરી અહીં આવવાની મને પણ ઇશારત કરી.”
લલિત આટલું બે તેટલામાંજ ખૂણામાં રાખેલા દીપકને પ્રકાશ એકદમ મટે થયે અને તે બન્નેનું ધ્યાન તે તરફ ખેંચાયું. થોડાજ વખતમાં ત્યનિ એક દરવાજો ઉઘાડ્યો અને ધીમે ધીમે તેમના પરિચયમાં આવેલી અદ્ભુત આકૃતિ અંદર આવી. તેને જોઈ તે બેનેને જરા પણ ભય લાગે નહિ. ધીમે ધીમે તે આકૃતિ તે બન્નેની પાસે આવી અને પિતાને હાથ ઉંચે કરી આશીર્વાદ આપે અને તેમને તકાળ છૂટા પડી જવાની ઈશારત કરી. પછી તે આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ. દરવાજાની બહાર તેઓ આવ્યા. ત્યાં મધુરી ઉં. ઘતી હતી. તેને પ્રભાવતીએ. જગાડી. તે બન્ને જેએલી અદ્ભુત આકૃતિના વિચારમાં તલ્લીન થઈ ગયા. મધુરી ઉઠતાં જ પ્રભા ત્યાંથી ચાલી નિકળી. એટલામાં કોઈના આવવાને અવાજ સંભળાયો અને થોડીજ વારમાં ઝાંખું ઝાંખું અજવાળું દેખાવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com