________________
૧૯
મને આપી. લલિત, તમને બચાવવાને રહે છે, તે જાણતજ-ફક્ત તમને બચાવવા માટે જ-હું તેમની શરત કબૂલ કરવા માટે તૈયાર થઈ ગઈ
પણ તે શરત શું હતી-કેવી હતી?”
“તે બહુજ ભયંકર અને હૃદયભેદક શરત હતી અને તે એક ભારે “તેમની સાથે લગ્ન કરવું” લલિત! એક તરફ પ્રેમ અને બીજી બાજુએ મારા પ્રેમી પ્રિયતમના પ્રાણ ! આમ હું સંકટમાં સપડાઈ. લલિત ! મેં ફક્ત તમારા પ્રાણ બચાવવા માટે કમનસીબ પ્રેમને ત્યાગ કર્યો. પ્રેમના પ્રાણ કરતાં પ્રેમને તુચ્છ માને અને મેં તેમની સાથે લગ્નથી જોડાવાની હા પાડી. પછી તેમણે તમારા બચાવ માટે માર્ગ બતાવ્યો. કેદખાનામાંથી તમને શી રીતે મુક્ત કરવા અને ત્યાર પછી તમારે શું કરવું, વિગેરે બાબતે કહ્યા પછી તમારા વિશ્વાસને માટે તેમણે મારી પાસે એક પત્ર પણ લખાવી લીધે.”
હવે બધી વાત મારા સમજવામાં આવી. પ્રભા ! તારા તે પત્રે મારી બહુજ દુર્દશા કરી. જેને માટે મારા આત્માએ અને શરીરે હિંમત ધારણ કરી હતી, તેજ આશાતંતુ તુટી ગયો અને હું સર્વરીતે હતાશ થયે-નિરાશ બની ગયે. પરંતુ પ્રભાવતો ! તું ચોક્કસ માનજે કે-આ હૃદયમાં ઉત્પન્ન થએલો પ્રેમવૃક્ષ હજુ તેને તેજ કાયમ છે. તેને દુનિયાની કે દેવલોકની કઈપણ શક્તિ આ ભવમાં તે ઉખેડી શકશે નહિ.” ઉદિગ્ન ચિત્તે ઉશ્કેરાઈ ગઈ લલિતે કહ્યું.
ડે વખત સુધી પ્રભાવતી સ્તબ્ધ રહી. તે બન્ને જણ પિત પિતાના વિચારમાં નિમગ્ન હતા. એક ક્ષણ પછી પ્રભાવતી બેલી –
લલિત ! અમારી વાતચિત પૂર્ણ થતાં જ પિતાજી ત્યાં આવ્યા. લગ્નને માટે મેં હા પાડી છે, એ વાત જ્યારે તેમણે તેમને કહી સંભળાવી ત્યારે તે પ્રથમ પિતાજીએ તે વાત ખરી માની નહીં. પરંતુ મેં હા શા માટે પાડી? લલિત! ફક્ત એક જ શરતે અને તે તને બચાવવાની શરતેજ ! મારા પ્રેમને બાળી નાંખવા માટે, મારું તમામ જીવન દુઃખમાં વિતાવવા માટે અને જીવન નીરસ કરી નાંખવા માટે હું તૈયાર થઈ હતી એ વાત તેમના જાણવામાં શી રીતે આવી શકે?”
“પ્રભાવતી! હું તારા સ્વાર્થત્યાગ માટે તારો ખરા અંતઃકરણથી આભાર માનું છું, તને ધન્યવાદ આપું છું. તારા પ્રેમભાવમાં મને કોઈ કાળે પણ શંકા ઉદ્દભવે તેમ નથી. પરંતુ આવતી કાલે હું સંપૂર્ણ પણે નિર્દોષ છતાં મારા કમનસીબે મને એક ખૂનીની જેમ દેહાન્તબ્ધ મળે તે તમામ વાતને અન્ત થઈ જશે, પણ કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com