________________
પ્રભાવતી ! શાન્ત થા–જરા શાન્ત થા!”
“લલિત શું હું શાન્ત થાઉં?” એમ કહી પ્રભાવતીએ આ ભરી આંખે તેના તરફ જોયું. તે વખતે તેની સ્થિતિ બહુજ કરૂણ– જનક થઈ ગઈ હતી. તતકાળ તે લલિતસિંહની સાથે વિટાઈ ગઈ અને રડતી રડતી બેલી-“ મારા પ્રિયપ્રાણ! જ્યારે તું આવા દુઃખમાં છે ત્યારે હું શી રીતે શાન્ત થઈ શકું? એ નસીબ! મારા પ્રિયપાણની ઉપર આ કેવો દુઃખદ પ્રસંગ!” .
વહાલા વાંચક! તે વખતનું તેમનું રોહિણીચંદ્રનું-મિલન કાળાં વાદળાંઓથી છવાઈ ગએલું દેખાતું હતું. થોડીવાર પછી પ્રભાવતી તેનાથી દૂર જઈ ઉભી રહી અને બેલી
લાલત! તમને મેં કેટલે દરજજે ચાહ્યા છે, તમારા ઉપર ભાર કેટલો પ્રેમ હતું અને છે તે ફક્ત પરમેશ્વર જ જાણે છે. પરંતુ આપણે પ્રેમ પરમાત્માને ગમ્યું નથી. એક ક્ષણ પહેલાં મેં મારા હૃદયની નિર્બળતા પ્રકટ કરી તેને માટે મને બહુ લાગી આવે છે. લલિત તમને હું સંપૂર્ણપણે ચાહું છું છતાં લાચાર છું કે-બીજાને મે વચન આપી દીધું છે.” * “પ્રભા ! તે હું જાણું છું. શું તે દુર્જનસિંહને વચન આપ્યું છે?”
હા. તે બધી વાત તમને કહેવા માટે અને તમારી સમજી દૂર કરવા માટે મેં આ છુપી ભેટની બેઠવણુ કરેલ છે.” દુઃખી દિલે પ્રભાવતી બોલી તેને દુર્જનસિંહનું નામ એટલું બધું અપ્રિય થઈ પડયું હતું કે તેને ઉચાર કરવા માત્રમાં તેને ભય લાગતું હતું,
તારી બાબતમાં મારી સમજફેર થએલ છે, એ તને કોણે કર્યું? કોઈ દિવસે મેં તારી પ્રાર્થનાને જરા પણ તરછોડી છે ખરી કે ?”
“નહીં. પરંતુ મારે પત્ર જે તમને શું લાગ્યું હશે, તે બાબ તમાં મને કાંઈપણ કલ્પના થઈ શકતી નહતી. બધી વાત હું તમને ક્યારે કહું, એ બાબતમાં હું બહુજ ઉસુક થઈ ગઈ હતી. હાય-તે દિવસે-જે તે દિવસ ઉગેજ નહેાત તે કેવું સારું થાત ! તે દિવસે-- મારે પ્રાણથી પણ મારા ભાઈ ગુમ થયે, તમને ભોંયરાના ભયંકર કેદખાનામાં કેદ કરવામાં આવ્યા અને મારા પિતાજીએ મારી પાસે આવીને મને કહ્યું–મારે દુર્જન પાસે જઈને તેમની સાથે તારા લગ્ન કરવાની બાબતમાં તારે તારી મરજી મુજબ હા કે ના પાડવી.' દેહાન્ત તે મને તેની પાસે લઈ ગયા. ત્યાંથી તેઓ ચાલ્યા ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com