________________
પ્રસરતા અને પ્રફુલતા કેણ જાણે ક્યાંએ ઉડી ગઈ હતી. અત્યારે તેને મનમેહક મુખ નિસ્તેજ, ઉદાસીનતાથી ભરપુર અને દુખી, દેખાતું હતું. ઉપરા ઉપરી આવતી આપત્તિઓના અસલ આઘાતથી અને ઉત્સાહનો ભંગ થઈ નિરાશ થઈ જવાથી તેની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તે ધીમે ધીમે પગલાં ભરતી આવતી હતી. એકદમ તેની પાસે જઈ લલિતે તેને હાથ પકડયો. તે કમળ હાથ ઠડા લાગતા હતા અને ધ્રુજતો હતો. બે દિવસથી તે એક સરખી. રીતે અખિમાંથી આંસુઓને વરસાદ વરસાવતી હોવાથી તેના કુમુદિની જેવા વિશાળ નયને લાલચોળ થઈ ગયા હતા. એક ક્ષણ સુધી તેની નિસ્તેજ મુખમુદ્રા તરફ જોઈ લલિત બે
પ્રભા! મધુરીને મેં જે ખરેખરી હકીકત કહી છે, તે ઉપર તને વિશ્વાસ છે?”
“હ. મને તે ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તે દિવસે જંગલમાં જે કાંઈ બન્યું તેની ખરી હકીકત તમારા તરફથી મારા જાણવામાં આવે તે પહેલાં જ તમે તદન નિર્દોષ છે, એમ મારા હૃદયાત્માએ મારી ખાત્રી કરી આપી હતી. લલિત, હું ચાહું છું કે આવતી કાલે તમે નિર્દોષ ઠરે અને પરમેશ્વર તમને સંપૂર્ણ સહાય આપે.” પ્રભાવતીએ દુખી અવાજે કહ્યું. *
પ્રભાવતી વાક્ય પુરૂ કરી રહ્યા પછી ધીમે ધીમે રડવા લાગી. દુઃખના આવેગમાં આવી જઈ તેણે પિતાના હાથે પિતાનું મુખ છુપાવી લીધું. પ્રભાવતીની હૃદયભેદક, કરૂણાજનક, શોચનીય અને દુખદ સ્થિતિ જોઈ લલિતસિંહનું હૃદય દુઃખી થયું અને તે બોલ્યો -
પ્રકરણ ૪૫ મું.
લલિત તમારે જય થાઓઝ એ જગતના નાથ ! આ તારે કે ન્યાય? મારે માટે આ કોમળ કમળની કાન્તિવઃ કુસુમકળી સમાન કમનીય કુમારિકાની કેવી હૃદયભેદક સ્થિતિં થઈ ગઈ !? મારા જેવા દુર્ભાગીને ચાહવાના. બદલામાં તેને શું તે આવી શિક્ષા કરી? એ પરમાત્મા! તારે ત્યાં ન્યાયજ નથી!” ડીવારમાં જ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્ષણે પછી તે આંસુ લુછીને ગદ્ગતિ સ્વરે બે --અને હોય તે તે ક્યાં છે? તે મને બતાવ!” તે ડી વાર સુધી થોભ્ય અને • ફરી બોલ્યા:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com