________________
૧૮૭ નથી તે જે તે ફરી બેલવા લાગ્યો-“જે, હજુ પણ વિચાર કર! નહિ તે હું તારી ખરી વાતે તત્કાળ બેટી કરી બતાવીશ. ચંદ્રસિંહના ખૂન ઉપરાંત બીજા બે ખૂનેને આરેપ તારા ઉપર મૂકીને હું તને દુનિયામાંથી હતા નહતા કરી નાંખવામાં જરા પણ પાછી પાની કરીશ નહિ, માટે લલિત ! તું મારે શત્રુ નહિ પણ મિત્ર થા !”
બીજા બે ખૂન ! તે તે તમે પાપી પિશાચ છો!” લલિત અત્યંત આશ્ચર્ય પામીને કહ્યું.
“હા અને લલિત! જો તું મારું કહ્યું નહીં માને તે હું પિશાચ કરતાં પણ ભુડે છું.”
“ દુર્જન ! તમે ગમે તેવા છે અને ગમે તે આરોપ મારા ઉપર મૂકશો તે તે સર્વે અસત્ય છે, તે હું સિદ્ધ કરી બતાવીશ.”
કોણ તું સિદ્ધ કરીશ? લલિત ! તારા ઉપર વિશ્વાસ કોણ મૂકશે ? મારા શબ્દોની સામે તારા શબ્દની કાંઈપણ કિંમત નથી. આ કિલ્લામાંના તમામ લોકો માને છે કે ચંદ્રસિંહનું ખૂન તેંજ કર્યું છે. તને કેદખાનામાં રાખવામાં આવ્યું પણ ત્યાંથી તું નાસી જવાથી, તને પકડી લાવવા બે સ્વારો મોકલવામાં આવ્યા તે બનેનું પણ તે ખૂન કર્યું છે. એ હું હવે જાહેર કરીશ. તારી વિરૂદ્ધ હું ધારું તે કરી શકું. ઉપરાંત દૂગંરક્ષક રણમલ પણ તારી વિરૂદ્ધમાં સાક્ષી પૂરશે. લલિત ! હજુ પણ વિચાર કર. તારી વિરૂદ્ધ મારી પાસે ઘણું છે અને તેને આધારે હું તારા ઉપર ત્રણ ખૂન કરવાને અપરાધ સાબિત કરી શકીશ.”
“ એકંદરે મારો સર્વ રીતે નાશ કરવાને તમારે વિચાર છે, પણ ચિંતા નહીં. દુર્જન ! તમારાથી બને તેટલી દુર્જનતા કરવામાં જરા પણ પાછી પાની ન કરશે. મારે તે દયાળુ દેવાધિદેવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.”
“મારા કહેવા મુજબ કરવા નું ના પાડે છે?” “હા. હું તમારા કહેવા મુજબ કરી શકીશ નહીં.”
આ વાત સાંભળી એક ક્ષણ માટે દુર્જન ચુપ થઈ ગયેએટલામાં તેને એક યુક્તિ સૂઝી આવી. તેણે એકદમ બુમ પાડી અને દરવાજા પાસે ગયા. ત્યાં જઈ ભયભીત સ્વરે એકદમ બુમ પાડી ઉઠયે કે-“ અરેરે ! એ દુર્ભાગી યુવક ! આવા ભયંકર ખૂન કરવા
સિત શી રીતે તૈયાર થયું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com