________________
એમ કહી તેણે તેને નીચે ખેંચી લીધી અને પછી તેના હાથ પગ બાંધી લીધા. ' અહીં અમારે વાંચકોને જણાવવું જોઈએ કે તે ભોંયરું અને પાણીના પ્રવાહની અધવચ્ચે પણ એક હાનકડું ભંયરું હતું. તેજ ભોંયરામાં-નિરાનંદ પડતાં પડતાં પ્રસંગાવધાન રાખી ત્યાં–જઈ પછડાયો હતું અને થોડી જ વારમાં પાછો સાવધાન થઇ ગયો હતો.
બિચારી સી બીજા ઉપર ઉપકાર કરવા ગઈ ત્યાં પિતેજ સંકટમાં સપડાઈ ગઈ. તેણે બહુજ ચતુરાઈ વાપરી નિરાનંદ પાસેથી કુચીઓ મેળવી હતી. તેને ધનવાન બનાવવાની અને સરદાર બનાવવાની આશા આપી હતી અને પિતામાં અદ્દભુત સામર્શ છે, એમ તેને ખાત્રી થાય તેટલા માટે સેનામહેરોથી ભરેલી થેલી આપી હતી. એમ કરી તેણે તેને પોતાની માયાજાળમાં સંપૂર્ણ રીતે સપડાવ્યો હતો. તેણે જે થેલી તેને આપી તે થેલી લલિતસિંહે તેને આપી હતી. ડેસીએ બહુજ સાવચેતીથી બાજી માંડી હતી પણ આખરે તે બાજી ધૂળમાં મળી ગઈ હતી. તે કરવા ગઈ હતી કઇ અને થઈ ગયું કંઈનું કંઈ!'
- નિરાનંદે જેવી ગતિ ડોસીની કરી તેવીજ ગતિ તેણે તે કેદીની કરી હતી. નિરાનંદ ક્રોધમાં આવી જઈ બે –
“રાક્ષસી! આખરે તે મને બે દીધે-વિશ્વાસઘાત કર્યો પણ ફિકર નહીં. હું પણ તને જોઈ લઈશ.”
ત્યાર પછી નિરાદે તે કેદી અને ડોસીની કબરે મજબૂત દેરડું બાંધ્યું અને પછી પિતે દોરડું હાથમાં લઈ ઉપર ચઢી ગયે. મહા મહેનતે તેણે તે બન્નેને ઉપર ખેંચી લીધા. પછી તે બેલ્યો-“એ રાસી ! તારી કરામાત તે તેં દેખાડી પણ હવે મારી કરમાત જે!” એમ કહી એક પાંજરામાં તે ડેસીને અને બીજા પાંજરામાં તે કેદીને ધકેલી દીધા. ફરી પિતે કેદખાનામાં પડે તે જાણી તે કેદી રડતા રડતે બેલ્યો :
દુષ્ટ ડોસી! આખરે તે મને દગો દીધો.”
“નીચ કૃતની! તું ચાંડાળ કરતાં પણ નીચ છે. તારે લીધેજ મારે પણ આ દુઃખી દશા ભોગવવી પડે છે!”
તે બને ચુપ રહી ગયા પણ તે દુદેવી કદી હવે કેણ અને તેને અહીં શા માટે કેદ કરવામાં આવ્યો હતો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com