________________
૧૭૪
પ્રકરણ ૩૯ મું.
કાંઈનું કાંઇ! નિરાનંદને તે ડેસીને વહેમ આવતાં જ તે તેની તરફ જોતો જ રહ્યો. અચાનક પિતાના મુખમાંથી નિકળી ગએલા શબ્દો પિતાને જ નડ્યા, એ તે વૃદ્ધાના જાણવામાં તકાળ આવી ગયું. ગમે તેમ કરી નિરાનંદને આવેલી શકામાં વધારે ન થવા દેવા માટે તે કાંઈક નવીન યુક્તિ-પ્રયુક્તિ ખોળવા લાગી. તેણે ડીજ વારમાં અંગવિક્ષેપ અને હાથમાંની લાકડી ફેરવવાની શરૂઆત કરી. નિરાનંદ ધ્યાનપૂર્વક તેની તરફ જેતે હતિ. તેને તે ડેસી ઉપર વધારેને વધારે વહેમ આવવા લાગે. તે ચુપ રહી શક્યો નહીં અને ક્રોધથી બે“એ ડોસી! સંભાળ. તું મને દગો દેવા માગે છે પરંતુ ધ્યાનમાં રાખજે કે
“તે મારું આટલું બધું કામ કર્યું છે છતાં હું તને દગો દઈશ એવી શકો તને આવી શાથી?” વચમાંજ ડોસીએ તેને પૂછ્યું.
તે ગમે તેમ હોય પણ તે વિશ્વાસઘાત કરવા માગે છે. એક મૂની જેમ તારા ચેટકી આચરણ ઉપર વિશ્વાસ મૂકી હું તને અહીં લઈ આવ્ય, એજ મેં મેટામાં મોટી અને ભયંકર ભૂલ કરી છે.”
ભ! કે નિરાન, જરા શાન્ત થા. હું કબૂલ કરું છું કે તને મારા પ્રત્યે શંકા આવી હશે પણ તેને ખુલાસો સાંભળ્યા વિનાજ તું આમ મૂર્મની જેમ નકામે બકવાદ શા માટે કરે છે? મેં અહીં એક અદ્ભુત વાત શોધી કાઢી છે. તેથી મને આશ્ચર્ય થયું અને મારા મુખમાંથી અચાનક શબ્દો નિકળી પડયા. તેથી તને મારા ઉપર વહેમ આવ્યો પણ જ્યારે તું તેને ખુલાસે સાંભળીશ ત્યારે તને....
“ કઈ અદ્ભુત વાત તેં અહીં શોધી કાઢી છે? તે તે મને કહી સંભળાવ.”
હવે નિરાનને આવેલી શંકા દૂર થઈ ગઈ અને ઉલટું તે ડોસીના ચમત્કારિક ભાષણથી તેની જીજ્ઞાસા–તેના ખુલાસા સાંભળવાની ઉત્સુકતા-વધી ગઈ.
“નારે ના. તે વાત મારાથી તને અહીં કહી શકાશે નહીં પણ જરા થોભ. તે વાત ખરી છે કે નહીં કે મને તે ભ્રમ થયું છે, તેની પ્રથમ મને ખાત્રી કરી લેવા દે!” એમ કહી તેણે ફરી ચમત્કારિક અંગવિક્ષેપ કરવાની શરૂઆત કરી. તે આંખે થ મ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com