________________
૧૬૩ અજયદુર્ગ તરફ ઈશારત કરી. તેને અર્થ પ્રથમ તે લલિતસિંહના ધ્યાનમાં આવ્યો નહિ. ફરી તે આકૃતિએ અજયદુર્ગ તરફ હાથ લ. બાવી ઇશારત કરી અને તેને અર્થ તત્કાળ લલિતના જાણવામાં આવી ગયો. તે શું? એજ કે-“પા છે કિલ્લામાં ચાલ્યો જા!”
આ અર્થ લલિતના ધ્યાનમાં આવતાં જ તે આશ્ચર્યચકિત થયે અને બહુજ ગુચવાઈ ગયો. પોતે કેદખાનામાંથી નાસી જતે - વાથી હવે ત્યાં શી રીતે જવું, એ વિચાર આવવાથી તે જરા ગુચવા-મુંઝાયે. લલિતસિંહની આવી સ્થિતિ તરફ જરાએ ધ્યાન ન આપતાં તે આકૃતિ ફરી ફરીને ઇશારત કરવા લાગી. ત્યારે જ લલિતસિંહને ખાત્રી થઈ કે પોતે એક દેવિ-ચમત્કાર જુએ છે. તે તરતજ પાછો ઘોડા ઉપર સ્વાર થયું. તે સાથે જ ઘડે અજયદુર્ગના રસ્તે પિતાની મેળે જ ચાલવા લાગ્યું. લલિતે પાછું વાળીને તે સ્થા ટિકતંભ તરફ જોયું તે તેણે એક પળ પહેલાં જેએલા દેખાવમાંથી ત્યાં કાંઈ પણ નહતું! તે ધીમે ધીમે અજયહૂર્ગની પાસે પાસે આવવા લાગ્યો. પિતાને પાછા કિલ્લામાં ચાલ્યા જવાનું કહેવામાં તે અદ્દભુત આકૃતિને શે ઉદ્દેશ હશે, એ બાબતમાં તેને કોઈ પણ કલ્પના થઇ શકતી નહોતી. પોતે કેદખાનામાંથી પોતાના ઉજ્વળ નામને લાગેલું કલંક એગ્ય રીતે ધોઈ નાંખ્યા સિવાય એક કાયરની જેમ ત્યાંથી હાસી જાય છે, એ વાત તે આકૃતિને ગમી નહીં હોય તેથી તેણે પાછા કિલ્લામાં જવાનું સૂચવ્યું હશે, એમ તેણે પિતાની શંકાનું સમાધાન કર્યું. શું તે સમાધાન સત્ય હતું?
ક્ષિાના પ્રવેશદ્વાર પાસે આવતાં જ તેને કિલ્લામાંથી મેટ મોટી બુમો સંભળાઈ. તે સાંભળી લલિતસિંહને બહુજ અજાયબી લાગી. એટલામાં તે મૂતિ થએલી પ્રભાવતીને લઈ એકાએક વજેસંધ કિલ્લાના દરવાજામાંથી બહાર આવ્યો. તેને જોતાં જ કિલ્લામાં બનેલા બનાવની બાબતમાં લલિતસિહે કલ્પના કરી લીધી.
બીજાએલા સિંહની જેમ ગર્જના કરતા લલિતસિંહ પ્રભાવતીને વજેસંધના હાથમાંથી છોડાવવા માટે ઘોડા ઉપરથી એકદમ નીચે કૂદી પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com