________________
મુસાફરી કરેલી હોવી જોઈએ અને હતું પણ તેમજ ! ઘણા દિવસોથી અન્ન ન મળવાને લીધે તેના શરીરમાં જોઈએ તેવી-કિંચિત્ પણુ-શક્તિ જણાતી ન હતી અને તેને લીધે જ તે આગળ વધવા અસમર્થ હતી. તેના મલીન થએલાં વસ્ત્ર જીર્ણ થવા ઉપરાંત કેક ઠેકાણેથી ફાટી ગએલાં હતાં. તે મુશીબતવાળી મુસાફરીને લીધે જે કે તે સ્ત્રીનું મુખ નિસ્તેજ થયું હતું છતાં કોઈ ચતુર પુરૂષ તેનું અવલોકન કરે તે તે-તે સ્ત્રીની સુંદર સ્ત્રીઓમાંજ ગણતરી કરી શકે તેમ હતું. તેનું મુખ ચિંતાથી નિસ્તેજ અને સફેદ પુર્ણ જેવું લાગતું હતું છતાં પણ તેની મુખમુદ્રા ઉપર એક પ્રકારના સંદર્યનાં ચિને સ્પષ્ટપણે દગોચર થતાં હતાં. તેના નેત્રો ઉપરથી જણાતું હતું કે તેના હૃદયમાં ઉદાસીનતા અને દુઃખને નિવાસ હતે. ચિંતાથી તેનાં ને નિસ્તેજ છતાં ભયંકર દેખાતાં હતાં પણ તે પિતાના હાથભાના બાળક તરફ ઉપરા ઉપરી દયા અને પ્રેમથી જ જોતી હતી. બાળકને તેણે પોતાની છાતી સાથે ચપેલે હતો. તે ઉપરથી તે તે બાળકની માતા હોવી જોઈએ. એમ લાગે એ સ્વાભાવિક છે, છતાં તેમ ન હતું.
અચાનક તે બાળકે હૃદયવિદાંક-પત્થરને પણ પિગળાવી નાંખે તેવી-ચીસ પાડી. તે સાથે જ તે સ્ત્રીએ તેના તરફ જોયું અને બેલી
“અરેરે ! ગરીબ બિચારું નિર્ભાગી બાળક ! પ્રિય બાલુડા ! તારી આ કેવી દુઃખદ હાલત ! સબર, એ બાળક, સમૂર કર ! સાત થા ! રડીને મારા દુઃખી હદયના ટુકડે ટુકડા ન કર ! તારી આવી હાલત કરનાર-તને આવી ભયાનક સ્થિતિમાં લાવી મૂકનારતે દુર નરરાક્ષસ પાસેથી-પાષાણ હૃદયના ચંડાળ પાસેથી–હું પૂરેપૂરો બદલે લઈશ. એ દીનદયાળુ-પરમ કૃપાળુ પરમાત્મા ! મારા આ પ્રિયપુત્રને દીર્ધાયુ અર્પણ કરજે !”
એમ કહી તે એક શિલા ઉપર જઈ બેઠી. ધીમે ધીમે એક પહર જેટલી રાત્રિ વ્યતીત થઈ ગઈ. ગિરી ગુફાઓમાંથી નિકળીને સર્વત્ર સંચાર કરતા હિંસક પશુઓની ગર્જના તે પ્રદેશને ગજાવી મૂકતી હતી. તે તરફ તે સ્ત્રીનું જરાપણ ધ્યાન ગયું જ છે કે તે પિતાના વિચારમાંજ ગુલતાન બની ગઈ હતી. તેનું હૃદય તે, આપત્તિના આભથી છવાઈ ગયું હતું. ઘણે વખત સુધી - ૪ - ઉપર બેસીને ખૂબ રડી તેથી થોડા જ સમયમાં તેના / એ છે થતાંજ તેની દ્રષ્ટિ તેની આસપાસ વળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com