________________
- ૧૩૦ જ્યારે તે આકૃતિ તેની પાસે આવી ત્યારે તે તે બહુજ ગભરાયે. અને એક ધીમી પણ કારમી ચીસ પાડી પલંગ ઉપર પછડાઈ પડે! આખરે બેભાન થઈ ગયો. ત્યાર પછી શું થયું? તે જાણવા માટે હાલા વાંચક! આગળ વધ!
પ્રકરણ ર૭ મું.
શું એ મારા હાથમાંથી છટકી જશે! » - પ્રાતઃકાળને સમય થયો હતે. આકાશમંડળ વાંદળાં રહિત હોવાથી તે તાંબા જેવું લાગતું હતું. સૂર્યનારાયણ ઉદયાચળ ઉપર આવતા હોવાથી અખિલ પક્ષિઓનાં વૃંદ કર્ણપ્રિય મધુર ગાયન-પૂજનથી તેનું સ્વાગત કરતા હતા. વૃક્ષ સમુદાય બહુજ નમ્રતાથી તેને પ્રણામ કરી તેના કિરણામૃતનું પાન કરતા હતા. અંતઃકરણને આનંદ આપનારી પુષ્પોની સુગંધિથી આ વાત સુવાસિત થઈ ગયું હતું. આવા મનમોહક પ્રભાતકાળના સભ્ય તરફ જોતાં રાત્રે વાયુ, વદસાદ અને ગાજવીજનું તેફાન થયું હશે, એવી કલ્પના કવચિત જ આવી શકે તેમ હતું. આવા સમયે અજયદુર્ગના સભામહેલમાં ત્રણ સરદારે વિચાર કરતા બેઠા હતા. ગઈ રાત્રે થએલા તેફાનની અસર તે ત્રણેના હૃદય ઉપર એક સરખી જ થઈ હતી. છતાં દુર્જનસિંહ અને વીરસિંહની મુખમુદ્રા શાન્ત દેખાતી હતી અને સજજનસિંહની મુખમુદ્રા ખિન્ન, ઉદાસ અને ચિંતાતુર દેખાતી હતી.
“મારા પ્રત્યે તમારે પ્રેમ હોવાથી મારે મત તમને જરા વિચિત્ર લાગશે, એ ખરું છે છતાં તે બાબતમાં મારે તેની એગ્ય તપાસ તે કરવી જ જોઈએ.” દુર્જને શરૂઆત કરી.
“હું પણ આપના વિચારને મળતો જ છું”વીરસિંહે દુર્જનને કહ્યું.
ઉપરાંત સજનસિંહજી! તમારે આ પણ વિચાર કરવો જોઈએ કે-લલિતસિંહે આપના કુળદીપક ચંદ્રસિંહજી ખૂન કર્યું છે એટલું જ નહિ પણ તે સાથે તમારા મહા બળવાન અને કુલીન કુળનું પણ સત્યાનાશ વાળી નાંખ્યું છે-ખૂન કર્યું છે. હવે તમારી વશ ચલાવવા માટે આ દુનિયામાં છે
“સરદાર ! હવે બસ કરે. મારા દુઃખથી દગ્ધ થએલા હૃદયને વધારે ન બાળા! તમે જે વિચાર દર્શાવે છે, તે વિચારને હું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com