________________
૧૧૦
નાના જે થઈ જતા હતા. થોડા જ વખતમાં તે વૃદ્ધ સરદાર બહુજ નિબળ દેખાવા લાગ્યા,
ઘણે વખત સુધી કુમાર ચંદ્રસિંહને માટે તે પિતા-પુત્રિએ અત્યંત શક કર્યો. મધુરી પણ એક ખુણામાં ઉભી હતી અને પિતાના માલેકને–તે પિતા પુત્રિનેત્રેથએલો શોક જોઇ તે રડતી હતી, ઘણીવાર પછી પિતાની પાસેથી પ્રભાવતીને દૂર કરી તે સરદાર બે -“બેટા ! હવે આપણે ગમે તેટલે શેક કરીએ અને આંધ્રુએના સાગર ભરીએ તે પણ આપણે ચંદ્રસિંહ પુનઃ આપણને દેખાશે ખરો? નહીંજ ! હવે મારે તે કુમારને બદલે તુંજ કુમાર છે.” એમ કહી તેણે તેના મસ્તકને ચુંબન કર્યું.
પિતાની પુત્રિનું જરા તરા સમાધાન કરી સરદાર સજજનસિંહ તેની પાસેથી ચાલ્યો ગયો. એકાદ ઉઘણસીની-ઉંધતા મનુષ્યનીજેમ તે સમયે તે ચાલતું હતું. તેના પગ વાંકાચુંકા પડતા હતા. એક હાથ ભીતે રાખી ધીમે ધીમે ચાલતે તે દુઃખી સરદાર પિતાના ઓરડાની પાસે આવી પહોંચ્યા. એટલામાં શસ્ત્રાગારમાં કોઈ મનુષ્યના જવાને તેને ભાસ થયો. તે સાથે જ તેને પ્રથમ જેએલા અદ્ભુત દેખાવનું તત્કાળ રમરણ થઈ આવ્યું અને તેનું શરીર જરા ધ્રુજ્યું. તે જ્યાં ઉભે હતું ત્યાં જ સ્થિર થઈ ગયે. ઘણે વખત સુધી તે ત્યાંને ત્યાંજ ઉભે રહ્યા હતા. થોડીજ વારમાં કિલ્લામાં રહેનારે વૃદ્ધ ચારણ શસ્ત્રાગારમાંથી ધીમે રહી બહાર આવ્યો. તેને જોતાં જ સરદાર સજજનને લાગેલે ભય
છે થયો. તેણે તે ચારણને હાક મારી પિતાની પાસે બેલા અને તે પોતાની પાસે આવતાં જ તેને પૂછ્યું-“ચારણરાજ ! આ વખતે શસ્ત્રાગારમાં તું શું કરતો હતે?”
“સરદાર સાહેબ! મારા અહીં આવવાથી આપને ગુસ્સો તે નથી અને તમારી તેજસ્વી મુખમુદ્રા ઉપરથી તમે દયાળુ છે, એમ લાગે છે. મારા અહીં આવવાનું કારણ હું આપને કહું છું તે જાણીને પછી તેને તમે જ વિચાર કરજે.” વૃદ્ધ ચારણે તેને અદબથી નમન કરીને કહ્યું,
સજજને તેને પિતાની પાછળ આવવાની સૂચના કરી. તે બને શયનગૃહમાં ગયા પછી સજજને તેની તરફ જોઈને કહ્યું “આવા વખતે શસ્ત્રાગારમાં તારે શું કામ હતું? તે કહે.”
સાંભળો–નામવર. આ કિલ્લામાં ગઈ કાલે જે ચમત્કાર થયે તે આપે જોયે.એવા ચમકારે ભૂતકાળમાં મેં ઘણી વાર જેએલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com