________________
૧૫૮
ઉગામ્યું હશે? તે વખતે કુમાર ! તને શું થતું હશે–થયું હશે? તને અમારું સ્મરણ અવસ્ય થયું જ હશે! તે તે સમયે પિતાજીને હાક પણ મારી હશે પણ ચંદ્ર! તને તે દુષ્ટ ખૂનીના હાથમાંથી છોડાવવા પાસે કોઈ હેતે ખરે? અને હેય તે તે કોણ હતા? આખરે નિરાશ થઈ તું પૃથ્વી ઉપર પછડાઈ પડયે હશે ! હાય, તારું ખૂન કરનારને તારા ઉપર જરાએ દયા કેમ ન આવી.”
આવી રીતે અનેક પ્રકારના દુઃખદ વિચાર કરતી પ્રભાવતી વારે વારે રડતી હતી. તેની આંખમાંથી આંસુઓને અખંડ પ્રવાહ ચાલ્યો જાતે હતે. તે રહી રહીને એક સરખી રીતે શોક કરતી હતી. એટલામાં જ તેના ઓરડાને દરવાજો ઉઘડ્યો અને તેમાંથી તેને પિતા તેની પાસે આવ્યો.
આ સમયે સંધ્યા થઈ ગઈ હતી. મધુરીએ તરતમાંજ દીપક પ્રકટાવ્યું હતું. પોતાની પ્રિયપુત્રિની દીન અને દુઃખદાયક દશા જોઈ તે વૃદ્ધ સરદારનું હૃદય આપત્તિના-દુઃખના વેગથી ભરાઈ આવ્યું, આજે તે વૃદ્ધ સરદાર ઉપર મહાન મુશીબતેને મેર તુટી પડ્યા હતે-વિપત્તિઓના વરસાદ તેના મસ્તકે વરસ્યો હતો. તેણે ધીમે રહી પ્રભાવતીના ખભા ઉપર હાથ મૂકો. તેના હસ્તને સ્પર્શ થતાંજ પ્રભાએ ઉચું જોયું. પોતાના પિતાને જોતાં જ તેના શોકસાગરને પુન: ભરતી આવી. તે તેના ગળે બાઝી પડી અને બોલી-પિતાજી! આપણી અને નૂર ચંદ્રસિંહ કયાં છે?” રતાં રડતાં તેને પિતાને પ્રશ્ન પૂછશે.
હાય! તે કેટલે બધે દુઃખદાયક પ્રસંગ હ !? હાલા વાં. ચક! થોડા જ વખતમાં વૃદ્ધ સરદાર સજજનસિંહની સ્થિતિ, ચર્યા અને વર્તનમાં એકદમ અવની અને આકાશ જેટલે ફેરફાર થઈ ગયે. તેની ગ્રહદશા તદ્દન ફરી ગઈ. રાજ્યતંત્રની ખટપટમાં પડયા પછી તેની ઉપર એક પછી એક સંકટ આવવા લાગ્યાં આજ સુધી તે શરવીર પુરૂષે તે, સર્વે સંકટોની સામે ટકી રહ્યા હતા. પણ આજના બનાવથી તેની ધીરજ, શૂરવીરતા અને હિંમતને અત આવી ગયે હતિ. પિતાના એકના એક કુળદીપકના ખૂનની વાત સાંભળતાં જ તેનું સર્વ અવસાન જતું રહ્યું. તેની કબર બેવડી વળી ગઈ, તેની આશાને અન્તિમ તંતુ તુટી ગયે. તેને સંસારમાં સર્વત્ર નિરાશાનિરાશા ને નિરાશાજ દેખાવા લાગી. પિતાની પછી પિતાના નામાં કિત અને બળવાન કુળનું નામ કાયમ રાખવા કોઈ નથી, આવે. દુખદાયક અને હૃદયભેદક વિચાર તેને હદયમાં ઉદભવતાજ તે દિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com