________________
ખંભાતના જૈનાને, ત્યાંના જૈનેતરોને તેમજ જૈન અને જૈનેતર યાત્રાળુઓને આ પુસ્તિકા મદદ રૂપી નીવડે એ અમારી ભાવના છે; અમારા આ નાનકડા પ્રયત્ન પરથી કાઈ પણ જૈન યા જૈનેતર આથી પણ વિશિષ્ટ સંગ્રહ બહાર પાડવાની પ્રેરણા પામશે તેા અમા આ પ્રયત્ન કાંઇક સાક છે એમ ગણાશે. ખંભાતના ઇતિહાસના અનેક આંકડાઓ અમે અમારી મુશ્કેલી અને ઉદ્દેશને લક્ષ્યમાં લેતાં છેાડી પણ દીધા છે તેથી અમે અણુજાણુ નથી; તે મેળવવાના સાધને માતૃ ભાષામાં છે એ ઉપર દર્શાવી દીધાં છે. આથી પણ અધિક સાધને ગવર્નામેન્ટ ગેઝેટીઅર, કીંગહામ્સ એન્સીયન્ટ હીસ્ટરી, પ્રાચીન ઇતિહાસ તેમજ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના દક્તા આદિમાંથી પ્રાપ્ત કરી શકાય એમ છે. આટલી સૂચના કરવાનું કારણ એજ છે કે ભાવિમાં કાઇને વિશિષ્ટ પ્રકાશન કરવું હોય તે તેને સાધન મેળવવાં સુગમ થઇ પડે. ખંભાત સ્ટેટ ધારે તો ખંભાતના સંપૂર્ણ આર્થિક અને રાજકીય ઇતિહાસ તૈયાર કરાવી શકે. ખંભાતની પ્રજાજ ખભાતને તિહાસ નહિ જાણી શકે એ કાંઇ એછા દુદેવની વાત નથી. ખંભાતની પ્રજા સમક્ષ આવા ઇતિહાસ મૂકવાની જરૂર છે; તેમાંથી પ્રેરણા પીતે ખંભાતને સાહસિકતા પ્રાપ્ત થશે અને સાહસની સાથે તેની ગયેલી તેમજ ભૂલાએલી જાહેાજલાલી પાછી મેળવી શકાશે. કાળના ગ'માં શું સમાયું. છે એ અમે નથી કહી શકતા; છતાંય આટલી ભાવના અમે રાખીએ એ અસ્થાને તે નથી.
આથી અધિક શું કહેવાનું હાય?
લી. સેવક
માહનલાલ દી. ચક્શી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umarāgyanbhandar.com