________________
પર
છે, તે પર થઈ ત્રણદરવાજા તરફ ડું ચાલતા જમણા હાથપર સાગટાપાડાની પીઠ પર આવેલા અને જેને પોતીકે જુદોજ કમ્પાઉન્ડ છે એવા, પ્રાચીનતાના પુરાવા રૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયનો દરવાજો આવે છે, તેમાં પ્રવેશતા સામે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળાનો દરવાજો નજરે પડે છે, ડાબા હાથ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાળજુનું, ભોંયરાવાળું દેરાસર છે, પગથીયાં ચઢી, પ્રભુશ્રીની રમ્ય મૂર્તિના દર્શન કરવા. દક્ષિણ દિશાની દિવાલ પર એક લેખ છે. પશ્ચિમ દિશા તરફથી કરેલા નવા માર્ગે થઈ નીચે ભેંયરામાં જઈ, ત્યાં શ્રી સ્વૈભણુપાર્શ્વનાથની વિશાળ મૂર્તિના દર્શન કરતાં આત્મા વિલક્ષણ આનંદ અનુભવે છે. પ્રકાશ ઠીક આવતા હોવાથી ભોંયરાની સુંદર રચના જોઈ શકાય છે અને એ પૂર્વકાળના કારીગરોની બુદ્ધિમત્તા માટે સહજ શાબાશીના ઉદ્દગાર નિકળી પડે છે. આજે તે ઉત્તર દક્ષિણની દિવાલમાંના બાકાં પૂરી નાંખવામાં આવ્યાં છે, પણ કહેવાય છે કે એમાંની એક બારી દ્વારા પૂર્વે ત્રણ દરવાજામાં આવેલી જુમ્મામજીદ તરિકે આળખાતી વિસ્તૃત જગા (પૂર્વે એક જૈન મંદિર હતું તે) માં જવાતું. ખૂબી એ છે કે માટી કમાન વાળેલી હોવા છતાં વચમાં એક પણ થાંભલો મૂકયો નથી. આ દેરાસરની દેખરેખ જૈનશાળા કમિટિ હસ્તક છે. ઈતિહાસમાં એની નેંધ નીચે મુજબ છે. શાહ રાજીયા-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર તે આજ.રંગમંડપની ભીંતના લેખ પરથી એ વાત પુરવાર થાય છે. વિ. સં. ૧૬૪૪ની સાલમાં શાહ રાજીયા જીઆએ આ મંદિર કરાવ્યું. ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હસ્તે કરાવી. આ બંધુઓ મૂળ ગાંધારના રહેવાસી હતા. પ્રતિષ્ઠા વેળા ખંભાતમાં રહેતા હતા. ગોવામાં તેમને ધધે ધીકતો હતો. રાજ્યમાં માન સારું હતું. નં. ૩૯ વાળા સામેના આદિશ્વરજીમાં દર્શન કરી, તેની નજીમાં આવેલા ગુરૂ મંદિરમાં બિરાજતી ગુરૂ શ્રી નિતિવિજયજીની
Www.umaragyanbhandar.com