________________
૫
મકાનેએ રમૃતિ તાજી કરાવી એટલે બીજે ચીલે ઉતરી જવાયું. મુળ વાતે આવતાં આ લતાનું નામ ઉંડીપળ છે. અત્રે નં. ૩૫ વાળું શાંતિનાથનું દહેરું અટુલા મુસાફર જેવું શોભી રહ્યું છે. દેખરેખ શા. દીપચંદ ફુલચંદ વાળા રાખતા, પણ સાંભળવા મુજબ હાલ તેમનાજ કુટુંબી શા. ઠાકરશી હિરાચંદ રાખે છે.
દાંતારવાડા તરફ આગળ વધતાં જમણા હાથે ઉંચા ટેકરા પર વિશાશ્રીમાળીની વાડીને મેટ કમ્પાઉન્ડ છે. પાછળ જ્ઞાતિની વાડી તરિકે ઓળખાતું વિશાળ મકાન છે. પૂર્વે અત્રે સાગરગચ્છને ઉપાશ્રય હતે. સાગરગચ્છમાં એક વેળા સોનાના વેઢ વહેંચાયેલા એ પણ સમૃદ્ધિશાળી કાળ હતો. તેની સોનેરી અક્ષરની બારસા સૂત્રની પ્રત તેમજ ચંદરવા વગેરે આજે જેનશાળામાં રાખી ત્રસ્ટીઓએ આ સ્થાન વીશાશ્રીમાળી જ્ઞાતિને પટે આપ્યું છે. સાગરના ઉપાશ્રય સામે ડાબા હાથ પર જે ખડકી છે તેમાં જવું. પુન્યશાળીની ખડકી તરિકે એ સુપ્રદ્ધિ છે. નં. ૩૬ વાળું શાન્તિનાથનું દહેરું, નાનું છતાં જુદી જ બાંધણીનું છે. દેખરેખ પુન્યશાળીવાળા લાલચંદ જેઠાભાઈ રાખે છે જે હાલ અમદાવાદ રહે છે. અગાઉ તેઓ સારા પ્રમાણમાં સંપત્તિશાળી હતા. પાછા ફરી માર્ગે આગળ વધતાં ડાબા હાથે ખાંચામાં નં. ૩૭ વાળા કુંથુનાથ અને શાંતિનાથના જોડાયેલા દહેરા આવે છે. આગળ બાંધી લીધેલ કમ્પાઉન્ડ છે. છણેદ્વાર કરતી વેળા મૂળ બાંધણીમાં ફેરફાર કરી જમીન તારવી લઈ, નવેસરથી દેવાલ તૈયાર કરેલા હોવાથી દહેરા મને ડર લાગે છે. આખી ખડકી જૈનથી વસાયેલી હેઈ તેમજ દેરાસરની વ્યવસ્થા માટે કાયદાકાનુન હોવાથી ઉજળામણુ સારી છે. કેશરને વસ્ત્ર બદલવા સારૂ અલગ ઓરડી છે. વહીવટ નાથાભાઈ અમરચંદ હસ્તક છે જે લાગણીવાળા હોઇ નજીકમાં જ રહે છે. વિશાશ્રીમાળી જ્ઞાતિના સેક્રેટરી તરિકે પણ તેમની સેવા બેંધનીય છે. ખાંચામાંથી બહાર આવી થોડુંક ચાલતાં તારવાડે પુરો થઈ બજારને સરિયામ રસ્તો આવે