________________
૬૧૦
કાવ્ય શાસ્ત્ર.
આહીં તદ્દગુણ બ્રાન્તિનું કારણ છે. પ્રથમ તદ્દગુણ ન હોય તે બ્રાતિ હેયજ નહિ. એથો બ્રાન્તિને અને તદ્દગુણને કાર્યકારણ ભાવ સંબંધ છે. સંસૃષ્ટિઉદાહરણની અપેક્ષા અહીં તદ્દગુણ અને બ્રાન્તિની મિલાવટ અત્યંત હોવાથી આ મિલાવટ નીરક્ષીર ન્યાયથી છે, એથી આહીં સંકર છે. સંસૃષ્ટિનાં ઉદાહરણોમાં તે એકાવારતા માત્ર સબંધ હોવાથી અલંકારોની મિલાવટ તિલતંદુલ ન્યાયથી છે. કાવ્યપ્રકાશગતકારિકારનું આ લક્ષણ છે.
सैषा संसृष्टिरतेषां भेदेन यदिह स्थितिः ॥
એ આ સંસૃષ્ટિ છે કે એ કહેલા અલંકારાની અર્થાત પ્રથમ કહેલ જે શબ્દાલંકાર અને અર્થાલંકાર તેની રૂઢ અર્થાત અહીં કાચમાં ભેદ કરીને સ્થિતિ. આ કારિકાકારે મેન વિ સ્થિતિઃ આ સંસૃષ્ટિના લક્ષણથી ઉક્ત અલંકારેની અભેદથી સ્થિતિ એ સંવાર ગwાર આવું અર્થસિદ્ધ સંકરનું લક્ષણ માનીને અંગાગભાવ ઈત્યાદિ સંકરના ત્રણ પ્રકાર કહે છે. ૧ અલંકારની મિલાવટમાં એક અંગ હોય અને બીજો અંગી હોય એ અંબામા સંવર ૨ આહીં આ અલંકાર છે કે આ અલંકાર છે આ સંદેહ એ સંદ નં. ૩. અને અલંકારને એક વચનમાં પ્રવેશ હોય એ एकवाचकानुप्रवेशसंकर.
યથા. શશિ સુરસરિથી સિત થયા, ભવભૂષણ સુભુજંગ; જાણું સુયશ શ્રીરામને, સ્તવતા સુર સહુ અંગ.
આહીં તગુણ ભ્રાન્તિનું કારણ છે. એથી એ બન્નેને અંગાSભાવ વંદર છે. અંગાગીભાવ પણ એક પ્રકારનો સબંધ છે.
યથા. નીલમણિ દીપકથી થાય ધૂમધાર તેની, શ્યાહીથી સઘન શ્યામ ચિકર બનાવીને જોઇને લે જ્યારે લાલ પ્રકટ પ્રવાલ બાલ, સારથી અધર રંગ ભરે ચિત્ત લાવીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com