________________
અન્તર્ભાવાલંકાર.
૫૬૩
આભાસરૂપ છે, અમારા મતથી હરેકના આભાસમાં પ્રધાન ચમત્કાર તે આભાસને જ થાય છે, આભાસ અનેક વસ્તુઓના હોય છે. દરેક વસ્તુના આભાસને ભિન્ન ભિન્ન અલંકાર માનવા યુક્ત નથી, આને પણ આભાસ અલંકારમાંજ અન્તર્ભાવ છે.
વિવાર્થ. વિરવર એટલે “વિકસનશીલ” “ચિન્તામણિકોષકાર” કહે છે કે –“
વિશ્વ વિરાસની પ્રાચીને વિકસ્વર નામને અલંકાતર માને છે. “ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
यस्मिन्विशेषसामान्यविशेषाः स विकस्वरः॥
જ્યાં કઈ વિશેષના સમર્થનને માટે સામાન્ય ધરીને, એ સામાન્ય પ્રસિદ્ધ હોય તે પણ એટલા માત્રથી જ તૃપ્ત નહી થએલ કવિ ફરીને એના સમર્થનને માટે અન્ય વિશેષ ઉપમાન રીતિથી અથવા અર્થાન્તરન્યાસ રીતિથી ધારણ કરે ત્યાં વિવાર અલંકાર છે, અહીં વિકસ્વર નામની સંગતિ વિકાસન્યાય હેવાથી છે. આહીં વિકાસન્યાય તે એ છે કે વિશેષનું સામાન્યથી સમર્થન કરીને ફરી સામાન્યનું સમર્થન કરવું.
યથા.
રત્ન અનંતજનક હિમગિરિ ભલ, * મહિમા ઘટે ન છે અતિ શીતલ, ડૂબે એક દેષ ગુણગણમાં,
શશિકલંક જેવું કિરણોમાં. આહીં ઉપમાન રીતિથી વિશેષાન્તર ધારણ કરવાનું ઉદાહિરણ છે.
આ અર્થાન્તરન્યાસ રીતિથી વિશેષાન્તર ધારણ કરવાનું ઉદાહરણ છે. અમારા મતથી આ ઉદાહરણમાં પ્રથમ વિશેષાર્થને માટે સામાન્યાર્થ હેતુ છે. આ સામાન્યાર્થીને ઉત્તરવતી જે વિશેષાર્થ છે એ ઉદાહરણ અથવા દ્રષ્ટાન્ત છે. વિકસ્વરના ઉદાહરણમાં બહુધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com