SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ. Y૮૧ सारूप्यमपि कार्यस्य कारणेनं समं विदुः॥ કારણની સાથે કાર્યના સારૂખને પણ સમ કહે છે. યથા. સાલક્તક તુજ પરસ્પરશી, લલના જેતે લેક; રક્ત પુષ્પથી વિકસતું, આનંદથી અશોક. આહીં કાર્યકારણના વર્ણની અનુરૂપતાથી સમ અલંકાર છે. વિષમના વિપર્યયમાં આ લક્ષણ આપે છે – विनानिष्टं च तसिद्धिर्यदर्थ कर्तुमुद्यतः ॥ જે અર્થને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ છે, એની અનિષ્ટતા વિના સિદ્ધિ સમ અલંકાર છે. યથા. વારણથી વારણ મળે, નિરખી રાજનું દ્વાર; કુવલયાનંદકાર કહે છે કે રાજદ્વારમાં ક્ષણભરનું વારણ અર્થાત્ વર્જન ન જાણ્યું અને ઉત્કટ અનિષ્ટ નથી, એથી આંહી વિષમ નથી, કિન્તુ સમ જ છે. તેથી એનું આ કથન સમીચીન છે. સનાધિ. જશવંતભૂષણકાર” લખે છે – “મા” શબ્દનો અર્થ “સમર્થનમાં છે. ચિન્તામણિકેપકાર કહે છે –“સમાધિ સમર્થને,” સમર્થન અર્થાત્ બળવાન કરવું-દ્રઢ કરવું ઈત્યાદિ. જ્યાં મનરંજન કરે એ સમાજ અલંકાર છે. લોકમાં ગ્રહને દ્રઢ કરવા માટે ચુનાથી મઢે છે, કપાટને દ્રઢ કરવા તૈલ આદિ પડે છે. એ ગૃહના અને કપાટના કારણોત્તર નથી. ગૃહનું કારણ તે પાષાણુ શિલ્પી આદિ છે. કપાટનું કારણ સુતાર આદિ છે, ચુનાથી મઢવું, તેલ લગાવવું એ તે ગ્રહ અને કપાટને દ્રઢ કરે છે. એમ લેકવ્યવહારની છાયાથી ધેરીએ સમાધિ અલંકાર માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy