________________
ઉપમા.
૪૩
દિ. આમાં વાચકાઈને બેધ પ્રત્યયથી છે. કુવલયાનંદ ગ્રન્થની પાછળ ચિત્રમીમાંસા નામને ગ્રન્થ દીક્ષિતજીએ બનાવ્યો છે, એમાં કહ્યું છે કે આ “પૂળો” લુખાઓને વિભાગ અને વાક્ય, સમાસ અને પ્રત્યય વિશેષ દ્વારા ઉદાહરણ બતાવવાનું ફળ વ્યાકરણશાઅની કુશળતા માત્ર બતાવવાનું છે. અલંકાર શાસ્ત્રના બોધ માટે આને કાંઈ ઉપચાગ નથી. અમારા મતથી સમાસ વિધિથી ઉપમાનાદિકોને લેપ કરે અને વાચકાર્થનું પ્રત્યયાદિથી કહેવું એ તે વ્યાકરણ શાસ્ત્રની પ્રચલિત રીતિ છે, એમાં વખાણ કરવા યોગ્ય વ્યાકરણ શાસ્ત્રની પણ શું કુશળતા છે? પ્રસિદ્ધ ધર્મને
સ્વતઃ લાભ થઈ જવાથી એનું ઉપાદાન કરવું એ ગૌરવ તે દેષની નિવૃત્તિ માત્ર છે. એમાં કોઈપણ ચમત્કાર નથી. એવી જ રીતે ગુણ, આકૃતિ, ઈત્યાદિનું દેખાડવું પણ ઉપમા ઉદાહરણાન્તર બેધ માટે છે. પણ ઉપમા પ્રકારાન્તર માટે નથી. આ કારણથીજ દ્રવ્ય, જાતિ આદિ ઉદાહરણાક્તર બતાવવા માટે અમે યત્ન નથી કર્યો.
“ ૩પમા નામ સા શેકા પતિ પમાડ્યા.”
આ કારિકાથી ભરત ભગવાનનું ઉદાહરણ પણ ભેદ બતાવવામાંજ તાત્પર્ય માટે છે. ઉપમા પ્રકાર બતાવવામાં નથી.
અન્યથા કારિકામાં “ગુણાતિત ક્રિયા” એવી આજ્ઞા કરી છે.
સૂત્રકાર વામન કહે છે કે: “તુતિનિના તવારિયાનેy” સ્તુતિમાં, નિન્દામાં અને તત્વાખ્યાનમાં અર્થાત અજ્ઞાત જ્ઞાનમાં ઉપમાનું અનુસરણ છે.
स्तुत्युपमा.
યથા. મારૂત ઈવ મહિપતિ સુયશ, સહુ સ્થલ કરે સંચાર, આ સ્તુતિ માટે ઉપમા છે એથી રતુભુપમા.
निन्दोपमा.
યથા. ચંદ્રમુખી વિના આ ચૈત્રની ચાંદની દૈત્ય જેવી દારૂણ લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com